ફતેપુરાના પાંજરીગર મોહલ્લાની મહિલાઓનું પાણી મુદ્દે પર રોડ આંદોલન, પોલીસે મામલો શાંત પાડ્યો

પીવાલાયક પણ પાણી ન મળવું હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ

MailVadodara.com - Road-agitation-by-women-of-Fatepuras-Panjrigar-mohalla-over-water-issue-police-quelled-the-matter

- તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ આજે રોડ ઉપર ખુરશી નાખીને બેસી જઇ વિરોધ કર્યો


વડોદરામાં મહોલ્લાની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને રોડ રસ્તા રોકીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. શહેરના વોર્ડ નંબર 6 ફતેપુરા પાંજરીગરમાં મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી આવતું જ નથી અને જ્યા આવે છે ત્યાં દુર્ગંધ મારતું દુષિત પાણી આવતી હોવાની ફરિયાદ સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. જોકે, મહિલાઓએ રોડ રસ્તા રોકી લેતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને સમજાવટ બાદ માંડ માંડ મામલો શાંત પડ્યો હતો. હાલ તો સમગ્ર મામલે અધિકારીઓ બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવશે તેવી બાંહેધરી આપતા મહિલાઓએ હાલ પુરતું આંદોલન સમેટી લીધું હતું.

પાણીની સમસ્યાને લઈને સ્થાનિક સત્તાર વોરાએ જણાવ્યું કે, હું ફતેપુરાના પાંજરીગર મોહલ્લામાં રહું છું અને મહોલ્લામાં મહિલાઓએ પાણીની સમસ્યાને લઇ આજે રોડ રસ્તા રોકી આંદોલન કર્યું હતું. પાણી પૂરતા પ્રેસરમાં આવતું નથી અને આવે છે તો તે દુર્ગંધ યુક્ત આવતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. અત્યારે બધા વોર્ડ ઓફિસર આવ્યા છે, પણ કોઈ જોવા મળતું નથી. તેને લઈને આખરે કંટાળીને મડિલાઓએ આ પગલું ભર્યું હતું અને પાણી આવે છે તો ખરાબ અને દુર્ગંધ યુક્ત આવે છે. આ પાણી પીવાલાયક પણ નથી.


સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પાણી યોગ્ય પ્રમાણમાં આવતું નથી અને આવે છે તો ખરાબ આવે છે. વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી. આ લોકો નોંધ લે છે, પરંતુ પીવા પાણી યોગ્ય પ્રેશરથી આવતું નથી. પાણી પીવાનું બહારથી લાવીએ છીએ.

આ અંગે વોર્ડ નંબર 6ના એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર ધર્મેન્દ્રસિંહ સીંધાએ જણાવ્યું કે, આ બાબતે રજૂઆત આવી હતી. હાલમાં આ બાબતે રજૂઆત સાંભળી અમે સ્થળ પર છીએ. અહીં પાણીની લાઇન દબાતી હોવાથી પૂરતું પ્રેશર ન મળતા રહીશોએ રજુઆત કરી છે. આ સમસ્યાનો સત્વરે નિકાલ લાવીશું.

Share :

Leave a Comments