વડોદરા કોર્પોરેશન દ્વારા હોળી ધુળેટી પૂર્વે 25 દુકાન અને 38 લારી-પથારાઓને ત્યાં આકસ્મિક ચેકિંગ

તહેવારો નજીક આવતાં પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું..!!

MailVadodara.com - Random-checking-of-25-shops-and-38-lorry-beds-by-Vadodara-Corporation-before-Holi-Dhuleti

- જુદા-જુદા વિસ્તારમાં લીધેલા ધાણી, ખજૂર, હારડા, ઘઉંની સેવ અને ચણાના 124 નમૂનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયાં

આગામી હોળી તહેવારને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ધાણી, ખજુર, ચણા, સેવ વિગેરેનું વેચાણ કરતા 25 દુકાનો તેમજ 38 લારી-પથારાઓ વિગેરેમાં ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. ઇંસ્પેકશનની કામગીરી દરમ્યાન 124 નમુના લેવામાં આવ્યા હતા.

વડોદરા શહેર વિસ્તારમાં આગામી હોળી તહેવારને અનુલક્ષીને જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ અગાઉથી જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશનરની સૂચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ટીમો બનાવી ધાણી, ખજુર, હારડા, ચણા સેવ વિગેરેનું વેચાણ કરતા દુકાનો તથા લારીઓમાં ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.


ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા આગામી હોળી તહેવારને અનુલક્ષનીને અગાઉથીજ વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવાકે ફતેગંજ સદર બજાર, પાણીગેટ, આયુર્વેદીક ત્રણ રસ્તા, ગોરવા, ચોખંડી, કડક બજાર, ફતેપુરા વિગેરે વિસ્તારની 25 દુકાનો તેમજ 38 લારી-પથારામાંથી ખજુર, મકાઇની ધાણી, જુવારની ધાણી, ચણા, હારડા, હળદરવાળા ચણા, ઘઉંની સેવ વિગેરેનાં મળી કુલ 124 નમુના લેવામાં આવ્યા હતા. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં  આવ્યા હતા.


વધુમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશનરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ2006 અને રુલ્સ અને રેગ્યુલેશન-2011 અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના આપવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં પણ હોળીનાં તહેવારને અનુલક્ષીને આ કામગીરી ચાલુ રહેશે.

Share :

Leave a Comments