`NDPSના સેવનથી બચવા અને તેને અટકાવવા શું કરવું'ના બેનર સાથે રેલવે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

આ અવરનેસ પ્રોગ્રામમાં રેલવે એસઓજી ટીમે પણ હાજર રહી સહયોગ આપ્યો

MailVadodara.com - Railway-police-foot-patrol-with-the-banner-What-to-do-to-avoid-and-prevent-consumption-of-NDPS

- વિવિધ મુસાફરોના ગ્રૂપ સાથે મિટિંગ યોજી પોલીસે  NDPS એક્ટ અંતર્ગત માહિતી પૂરી પાડી

વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે શહેર પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે, છતાં પણ નશાનો કારો કારોબાર ચલાવતા ઇસમો અવારનવાર ઝડપાતા તેમની સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હાલમાં NDPSના સેવન અંતર્ગત પણ અનેકવાર કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ વિભાગ દ્વારા શહેરના રેલવે સ્ટેશન ખાતે NDPSના સેવનથી બચવા તેમજ તેનું સેવન કરવું તે એક અપરાધ છે. તે અંતર્ગત રેલવે પોલીસ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ અર્થે બેનર પ્રદર્શિત કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


શહેર સહિત નશાયુક્ત પદાર્થોનું સેવન કરતા શખસો સામે રેલવે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કેટલાક શખસો ચોરીછૂપી નશાયુક્ત પદાર્થો સંતાડી રેલવેમાં મુસાફરી કરતા હોય છે અને એક જગ્યાએથી અન્ય જગ્યાએ હેરાફેરી કરી નશાનો કાળો કારોબાર કરતા હોય છે. આ રીતે ફરતા શખસોને કઈ રીતે ઝડપી લેવા અને લોકોમાં આવા નશાયુક્ત પદાર્થનું સેવન એક અપરાધ છે. તે અંતર્ગત જનજાગૃતિ આવે અને લોકોને સમજ પડે તે માટે પશ્ચિમ રેલવે પોલીસે રેલવે સ્ટેશન ખાતે ફૂટ પેટ્રોલિંગ સાથે બેનર્સ સાથે અવરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો. આ અવરનેસ પ્રોગ્રામમાં રેલવે એસઓજી ટીમે પણ હાજર રહી સહયોગ આપ્યો હતો.

વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અહીંથી આંતરરાજ્ય રેલવે ટ્રેન પસાર થતી હોવાથી યોગ્ય સમજ મળે તે દિશામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ મુસાફરોના ગ્રૂપ સાથે મિટિંગ યોજી આ NDPS એક્ટ અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ નશાયુક્ત પદાર્થનું સેવન ન કરવું અને અન્ય કોઈ કરે કે વેચે તો તે બાબતે પોલીસના હેલ્પલાઈન નંબર પર માહિતી આપવી જોઈએ તેવી સમજ આપવામાં આવી હતી. પોસ્ટર બેનર સાથે ડ્રગ્સનું સેવન કરવું સજાપાત્ર ગુનો છે. આ નશાયુક્ત પદાર્થનું સેવન કરી ફરતા કે વેચતા ઇસમ સામે એનડીપીએસ એક્ટ હેઠળ 1 વર્ષની સજા અને 20 હજારનો દંડ થઈ શકે છે. આવા પદાર્થોનું સેવન કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા અને મુક્તિ માટે હેલ્પલાઇન નંબર 1908 પર કોલ કરી શકાય છે. આ સાથે અન્ય પણ પોલીસ વિભાગના હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી શકાય છે.

Share :

Leave a Comments