ચોમાસામાં પડી ગયેલા વૃક્ષોને કાપવા માટે 10.29 લાખના ખર્ચે નવા 20 પેટ્રોલ ટ્રી કટરની ખરીદી..!!

તાત્કાલિક રોડ-રસ્તા ખુલ્લા કરવા તેમજ વૃક્ષો કાપવા માટે ટ્રી કટર ખરીદ્યા

MailVadodara.com - Purchase-of-new-20-petrol-tree-cutters-at-a-cost-of-10-29-lakhs-to-cut-trees-fallen-in-monsoon

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડ માટે ચોમાસા અને વાવાઝોડા દરમિયાન કામગીરી ખૂબ જ વધી જાય છે. તેમાં પણ જ્યારે વાવાઝોડું કે ભારે વરસાદ ત્રાટકે ત્યારે વૃક્ષો પડવાના બનાવોનું સામાન્ય રીતે વધી જાય છે. જેથી ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક રોડ-રસ્તા ખુલ્લા કરવા પડી ગયેલા વૃક્ષો કાપવાની કામગીરી કરવી પડે છે અને જમીન દોસ્ત થયેલા વૃક્ષોને ઝડપભેર કાપવાનું ઓપરેશન રાત ભર હાથ ધરવું પડે છે. 

વડોદરાના ફાયર બ્રિગેડના જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી તાત્કાલિક કરી શકે તે માટે અને ચોમાસુ તથા સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને શહેરના ચારેય ઝોન માટે ટ્રી કટરની આવશ્યકતા હોવાથી રૂપિયા 10.29 લાખના ખર્ચે વધુ 20 નંગ નવા પેટ્રોલ ટ્રી કટરની ખરીદી કરવામાં આવી હતી. જે મંજૂર કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. 

અગાઉ વડોદરામાં વાવાઝોડાની આગાહી હતી ત્યારે વધુ વૃક્ષો પડવાનો ભય હોવાથી વૃક્ષો કાપવાની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ખરીદી કરવામાં આવી હતી. જેમાં 88,983ના ખર્ચે 10 નંગ અને 7.83 લાખના ખર્ચે બીજા મોડલના 20 નંગ ટ્રી કટર ખરીદ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની પાર્કસ એન્ડ ગાર્ડન શાખાએ 10 નંગ પેટ્રોલ ઓપરેટેડ ટ્રી કટરની ખરીદી આ જ ભાવે કરી હતી.

Share :

Leave a Comments