- દિલ્હીની બે ફ્લાઇટ અને મુંબઈની ફ્લાઇટ સમય કરાતા 40 મિનીટ મોડી પોહચી હતી!
શિયાળો શરૂ થતા ધુમ્મસને કારણે કેટલીક ફ્લાઇટ સમય કરતા લેટ પહોંચી રહી છે. તેમ જ કેટલાક કારણોસર મોડી પડતી હોય છે. વડોદરા એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટો સમય કરતા મોડી આવી હતી. જેમાં વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ફ્લાઇટ સમય કરતા બેથી ત્રણ કલાક લેટ આવતી હોય છે. પુણેથી સમય કરતા ત્રણ કલાક મોડી વડોદરા એરપોર્ટે પર પોહચી હતી અને સમય કરતા બે કલાક લેટ પુણે રવાના થઈ હતી. જેના કારણે મુસાફરો એરપોર્ટે પર અટવાયા હતાં.
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેર સહિત રાજ્ય અને દેશના વિવિધ શહેરોમાંથી આવતી ડોમેસ્ટિક ફ્લાઈટો પણ સમય કરતા લેટ ચાલી રહી છે. વડોદરા એરપોર્ટ પર પુણેથી આવતી ઇન્ડિગોની ફ્લાઈટ 6E6561 સમય કરાતા સવા બે કલાક મોડી પોહચી હતી. જયારે દિલ્હીની બે ફ્લાઇટ અને મુંબઈની ફ્લાઇટ સમય કરાતા 40 મિનીટ મોડી પોહચી હતી. સમય કરતાં મોડી પહોંચેલી ઇન્ડિગો પુણ્યની ફ્લાઈટ સમય કરતા બે કલાક લેટ પ્રસ્થાન કર્યુ હતી. જેથી પુણે જનાર પેસેન્જર અટવાયા હતાં. આ સાથે ઈન્ડિગો અને એર ઈન્ડિયાની દિલ્હી, મુંબઈની ફ્લાઈટ સમય કરતા 30 થી 60 મિનિટ મોડું પ્રસ્થાન કર્યું હતું. હાલમાં ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે મોટા ભાગની ફ્લાઇટ સમય કરાતા એરપોર્ટ પર મોડી પોહચી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ દિલ્હીથી વડોદરા આવતી અને વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. જેના કારણે કેટલાક મુસાફરો અટવાયા હતા. આજે મોટા ભાગની ફ્લાઇટ સમય કરતાં મોડી પોહચી હતી જેથી મુસાફરોને રાહ જોવાની ફરજ પડી હતી.