વડોદરામાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવેલી 115 દુકાનોની તા.13 એપ્રિલે જાહેર હરાજી કરાશે

અગાઉ ચૂંટણી આચાર સંહિતા દરમિયાન માત્ર એક જ અરજી આવી હતી

MailVadodara.com - Public-auction-of-115-shops-built-under-Chief-Minister-Housing-Scheme-in-Vadodara-will-be-held-on-April-13

- આગામી તારીખ 6 એપ્રિલ સુધી હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી શકાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ તૈયાર કરેલા રહેણાંક મકાનોની સ્કીમમાં બનાવેલી દુકાનો જાહેર હરાજીથી વેચવામાં આવનાર છે. આ માટે કોર્પોરેશન દ્વારા અરજી મંગાવવાનું શરૂ કર્યું છે. તારીખ 13 એપ્રિલના રોજ ગાંધી નગરગૃહ ખાતે જાહેર હરાજી કરવામાં આવશે. 

ગયા સપ્ટેમ્બર મહિનામાં દુકાનો જાહેર હરાજીથી આપવા નિર્ણય કરાયો હતો અને તે સમયે હરાજી તારીખ 14 નવેમ્બરે ગાંધી નગરગૃહ ખાતે રાખવા નક્કી કરાયું હતું, પરંતુ ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાને લીધે હરાજી થઈ શકી ન હતી. સયાજીપુરા, અટલાદરા, અકોટા-તાંદળજા, માંજલપુર, કારેલીબાગમાં કુલ 115 દgકાનો બનાવાઈ છે. જેમાંથી 100 સામાન્ય જાતિ માટે છે, જ્યારે બાકીની 15 એસટીએસસી, ઓબીસી અને દિવ્યાંગજનો માટે છે. 

સયાજીપુરા-1માં ફાઇનલ પ્લોટ 109, 110 અને 120માં સૌથી વધુ 66 દુકાનો છે. જ્યારે કારેલીબાગ-9 ફાઇનલ પ્લોટ 223માં 32 દુકાનો છે. માંજલપુરમાં 12 દુકાનો છે. હરાજીમાં જેણે ભાગ લેવો હોય તે અરજદારોને અનામતની રકમ તેમજ જરૂરી પુરાવા તારીખ 6 એપ્રિલ સુધીમાં વડોદરા કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ શાખા, કાર્યપાલક ઈજનેર, રાવપુરા કન્યા શાળા નંબર-3ને પહોંચતા કરી દેવા જણાવ્યું છે. ચૂંટણી આચાર સંહિતા દરમિયાન માત્ર એક જ અરજી આવી હતી. એટલે હવે દુકાનોની હરાજી માટે સમય તેમજ અરજીઓ મંગાવવાની સમય મર્યાદા નવેસરથી નક્કી કરવામાં આવી છે .જે અરજી આવી છે તેનો આમાં સમાવેશ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments