વડોદરા પાલિકા દ્વારા ચોમાસામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને વરસાદી પાણીથી બચાવવા આયોજન

પાલિકાના અધિકારીઓએ આજે નકશા લઇ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું

MailVadodara.com - Planned-by-Vadodara-Municipality-to-protect-east-and-south-area-from-rain-water-in-monsoon

- વરસાદી પાણી શહેરની હદ બહારથી જ જાંબુવા નદીમાં વાળી શકાય તે માટે કુદરતી કાંસ પહોળી કરાશે, ક્યાંક રોડના લેવલ માટે જરૂર પડે તો પુરાણ કરાશે


વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન હાઇવે બહારનું પાણી આવે છે અને તેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાય જવાના કારણે ખૂબ નુકસાન થાય છે. વર્ષો જૂની આ સમસ્યાના નિકાલ માટે પાલિકા દ્વારા હાઇવે બહારનું પાણી શહેરમાં પ્રવેશે તે પહેલા જ બારોબાર નિકાલ કરી દેવા આયોજન કરવામાં આવી રહ્યું છે.


આજે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને કોર્પોરેશનના એન્જિનિયરો તથા બીજા અધિકારીઓએ પૂર્વ વિસ્તારના ખટંબા રોડ સહિતના વિસ્તારોમાં જઈ નકશાના આધારે સ્થળ પરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હજુ બે દિવસ અગાઉ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનની અઘ્યક્ષતામાં પુર્વ અને દક્ષિણ ઝોનના વરસાદી પાણીના ભરાવા અને તેના નિકાલ માટે મીટીંગ થઇ હતી. પુર્વ વિસ્તારમાં આવેલ વુડા વિસ્તારના ટીંબી અને અણખોલ તળાવમાંથી વરસાદી પાણી શહેરમાં પૂર્વ વિસ્તારમાં વાઘોડીયા રોડ પર આવે છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.


આજે સ્થળ સ્થિતિની મુલાકાત બાદ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું કે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં બહારના પાણીના ભરાવાના કારણે જે પરિસ્થિતિ ઉભી થાય છે તે માટે આયોજન વિચારી રહ્યા છીએ. 

અણખોલથી એલએન્ડટી પાછળ થઈ, શંકરપુરા, ખટંબા, કપુરાઈ, જોબન ટેકરી, રતનપુર અને કેલનપુર બાજુ પાણી નીકળે અને સીધું જાંબુવા નદીમાં ઠલવાઈ જાય તે માટે જે કુદરતી કાંસ છે તેને પહોળી કરાશે. પાણીના નિકાલ આડેના અવરોધો હટાવવા છે. ક્યાંય પુરાણ થયું હશે અથવા દબાણ થયું હશે તો તે પણ હટાવાશે. બોટલનેક દૂર કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટીપી વિકાસમાં નેચરલ કાસો સાથે છેડછાડ કરવામાં આવતી નથી. ક્યાંક રોડના લેવલ માટે જરૂર પડે તો પુરાણ વગેરે કરવામાં આવે છે, તે અવરોધ રૂપ બનતા હોય છે પરંતુ જે ચેનલ અને કાસો છે તેને કુદરતી ઢાળ આપીને પાણીના નિકાલ માટેનો ચોક્કસ પ્રયાસ કરવામાં આવશે. 


અત્રેએ ઉલ્લેખનીય છે કે આ કાચી કાંસનો ૩ કી.મી. જેટલો વિસ્તાર વુડામાં અને 12 કી.મી. સીટી વિસ્તારના બહાર બાજુ આવે છે.

Share :

Leave a Comments