કિશનવાડી વિસ્તારમાંથી આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતા શખ્સની ધરપકડ, 8 ગ્રાહકો વોન્ટેડ જાહેર

પીસીબી પોલીસે બાતમી આધારે રેડ કરી વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - People-betting-on-IPL-matches-arrested-from-Kishanwadi-area-8-clients-declared-wanted

- પોલીસે આરોપી પાસેથી અંગઝડતીના 1800 રૂપિયા, 2 મોબાઇલ અને હિસાબ માટેનો ચોપડો મળીને કુલ 16,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો


વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમાડતા ચંદ્રકાંત ઉર્ફે ટેણિયો ચંદુભાઇ રાજપૂતની પીસીબી પોલીસે ધરપકડ કરી છે અને 8 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં છે. આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા પીસીબીને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના કિશનવાડી 54 ક્વાર્ટ્સના મકાન નં-138માં રહેતો ચંદ્રકાંત ઉર્ફે ટેણીયો ચંદુભાઇ રાજપૂત (ઉં.વ.43) આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઇલેવન વચ્ચેની મેચ પર સટ્ટો રમાડે છે, જેના આધારે પીસીબીએ રેડ કરી હતી. જેમાં આરોપી ચંદ્રકાંત ઝડપાઈ ગયો હતો. આરોપી ઓનલાઇન ક્રિકેટનો હાર જીતનો સટ્ટો રમવા માટે goggexch.com નામની આઇડી અને Ravi7777ના યુઝર નેમથી લાઇવ ગુરુ નામની એપ્લિકેશન પર મેચનો લાઇવ સ્કોર બોર્ડ જોઈને સટ્ટો રમાડતો હતો.

પોલીસે આરોપી ચંદ્રકાંત પાસેથી અંગઝડતીના 1800 રૂપિયા, 2 મોબાઇલ અને હિસાબ માટેનો ચોપડો મળીને કુલ 16,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ચંદ્રકાત રાજપૂતની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મેચનો સટ્ટો રમનાર સટ્ટોડિયા ભૂરીયો, મનિષ, જારીયો, ચીની, રાકેશ, દસતુ તથા ઓનલાઇન આઇડી આપનાર તેમજ સટ્ટાનું કટિંગ લેનાર, વિક્રમ ઉર્ફે વિક્કી તેમજ આઇડી અપાવનાર અને રવિ નામના 8 આરોપી વોન્ડેટ જાહેર કર્યો છે. પીસીબી પોલીસે રેડ કરીને આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments