વડોદરાના યુવાનને ઓનલાઇન રેટિંગની જોબ ઓફર કરી ભેજાબાજે રૂા.49.34 લાખ પડાવ્યા

આજવા રોડ પર રહેતા પ્રતિક પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Online-rating-job-offered-to-young-man-of-Vadodara-scammed-Rs-49-34-lakh

- રોજના 1500થી 4500 રૂપિયા કમાવવાની લાલચ આપી હતી

શહેરના આજવા રોડ પર રહેતા યુવાનને ભેજાબાજોએ વેબસાઈટ પર રેટિંગ આપવાની નોકરી આપવાની લાલચ અને 80.52 લાખ રૂપિયાનું વળતર આપવાની લાલચ આપીને 49.34 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. ભેજાબાજોએ રોજના 1500થી લઈ 4500 રૂપિયા સુધી કમાવવાની લાલચ આપી હતી. આ મામલે વડોદરા સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી સૂર્યદીપ રેસિડેન્સીમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝરની નોકરી કરતા પ્રતિક પંકજભાઈ પટેલ (ઉ.36)એ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 8 ડિસેમ્બર 2022ના રોજ મારા ટેલિગ્રામ આઈડી પર કોઈ અજાણી આઇડી પરથી એક મેસેજ આવ્યો હતો જેમાં સામે મળી વ્યક્તિએ પોતાની ઓળખ સીરીના તરીકે આપી હતી. ચેટિંગની દરમિયાન સીરીનાએ મને www.theomegatours.com નામની વેબસાઈટ પર ઓનલાઇન રેટિંગની જોબની વાત કરી હતી.

આ જોબમાં વેબસાઈટ પર ટૂર એન્ડ ટ્રાવેલ્સના પેકેજ આવે છે અને તેમાં રેટિંગ આપવાનું કામ કરવાનું અને તેના માટે રોજના રૂપિયા 1500થી રૂપિયા 4500 મળશે તેમ જણાવ્યું હતું. મને આ જોબ પસંદ આવતા મેં હા પાડી હતી. ત્યારબાદ સીરીનાએ મારી માહિતી લઈને શિવાની નામની છોકરીને આપી હતી. 9 ડિસેમ્બર 2022ના રોજ શિવાનીના આઈડી પરથી મને મેસેજ આવ્યો હતો અને તેને મને વેબસાઈટમાં કેવી રીતે કામ કરવું તે બાબતે સમજાવ્યું હતું.

ટુર એન્ડ ટ્રાવેલ્સના પેકેજના રેટિંગ કરવાનું કામ કામ કરવાનું છે અને ટ્રાવેલ્સના પેકેજની કિંમત પ્રમાણે વળતર મળશે અને તેના માટે તેમને મને www.theomegatours.com વેબસાઈટ પર કામ કરવા માટે મારું યુઝરને મને પાસવર્ડથી એકાઉન્ટ ક્રિએટ કરાવડાવ્યું હતું જેમાં યુઝરનેમ તરીકે મારો મોબાઇલ નંબર હતો અને તેના ઉપર મારા કામની માહિતી દર્શાવવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ તેઓએ મને મેક મની સિમ્પલ અને મની અર્નિંગ ટ્રીક નામના ટેલિગ્રામ ગ્રુપમાં એડ કર્યો હતો.

આ ગ્રુપમાં એડ કરેલા લોકોએ તેમને કરેલા ટાસ્કનું વળતરના જે પૈસા મળે છે. તેના સ્ક્રીનશોટ પણ મને મેસેજ કર્યા હતા. આમ સ્ક્રીનશોટ મોકલીને તેઓએ મને વિશ્વાસમાં લીધો હતો. શરૂઆતમાં એક ટૂર એન્ડ ટ્રાવેલ્સના રેટિંગ કરતાં મારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં વડતર પેટે 800 રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ વધુ કામ કરવા માટે મારે પહેલા 10,000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડશે, તેવો નિયમ છે તેમ મને જણાવ્યું હતું. પછી ધીમે-ધીમે મારી પાસેથી ટાસ્ક પૂરા કરવા માટે 49.34 લાખ રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

આ લોકોએ મને 80.52 લાખ રૂપિયા વળતર મળશે તેવી ઓફર આપી હતી, જેમાં હું ફસાઈ ગયો હતો. જો કે, 49.34 લાખ રૂપિયા ભર્યા પછી પણ આ લોકોએ રૂપિયા માંગવાનું ચાલુ રાખ્યું હતું, જેથી મને આ સમગ્ર ફ્રોડ હોવાનું જણાયું હતું, જેથી મેં વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસમાં અરજી આપી હતી. 8 ડિસેમ્બર 2022થી લઈને 5 માર્ચ 2023 દરમિયાન કાવતરું રચીને મારી પાસેથી 49.34 લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે, આજ દિવસ સુધી રૂપિયા પરત આપતા 22 જેટલા ટેલિગ્રામ આઈડી ધારક અને બેન્ક એકાઉન્ટ ધારક ભેજબજો સામે મેં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments