વડોદરામાં બુલેટ ટ્રેનની સાઈટ ઉપરથી લોખંડના સળિયા ચોરી ભાગવા જતા બે પૈકી એક ઝડપાયો

બુલેટ ટ્રેનની સાઇટ પરથી 90 કિલો વજનના સળિયા લઇને ભાગતા બે અજાણ્યા શખ્સોને રોકવાનો પ્રયાસ કરતા બાઇક સ્લીપ થઇ જતાં એક ઝડપાયો

MailVadodara.com - One-of--two-was-caught-stealing-iron-bars-from-the-bullet-train-site-in-Vadodara

વડોદરા શહેરના પંડ્યાબ્રિજ પાસે બુલેટટ્રેનની સાઈટ ખાતેથી છેલ્લા કેટલાક દિવસથી લોખંડના સામાનની ચોરીની ફરિયાદો ઉઠ્યા બાદ સિક્યુરિટીગાર્ડએ લોખંડની ચોરી કરી નાસવા જતા બે બાઇક સવાર પૈકી એક શખ્સને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે.

બનાવ અંગેની વિગત એવી છે કે, બિહારના વતની અજીત કુમાર પાંઠે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પંડ્યા બ્રિજ ખાતેની એલ એન્ડ ટી કંપનીની સાઈટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી અમારી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપરથી લોખંડના સામાનની ચીજવસ્તુઓની ચોરીની ફરિયાદો સિક્યુરિટી ગાર્ડ તરફથી મળી હતી. 

આ દરમ્યાન સવગુણ સોસાયટીની પાસેના બેચિંગ પ્લાન્ટ નજીક બે અજાણ્યા શખ્સો સાઇટ ઉપરથી બાઈક ઉપર લોખંડના રૂપિયા 4,050ની કિંમતના 90 કિલો વજનના  સળિયા લઈ જતા નજરે ચડ્યા હતા. જેથી તેઓને રોકવાનો પ્રયાસ કરતા તેઓની બાઈક સ્લીપ થઈ જતાં એક શખ્સ ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી જૈમીન રાજેન્દ્રભાઈ શાહ (રહે -પદ્માવતી નગર, વીઆઈપી રોડ, કારેલીબાગ) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે નાસી છૂટેલ શખ્સ સાહિદ ઉર્ફે સાહુ તેનો મિત્ર હોવાની કબુલાત કરી હતી.

Share :

Leave a Comments