વડોદરામાં અડાસ, સારસા, કડોદ અને ઓરણા પોસ્ટ ઓફિસનું નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરાયું

દિપ પ્રાગટય બાદ મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

MailVadodara.com - Newly-constructed-building-of-Adas-Sarasa-Kadod-and-Orna-post-offices-inaugurated-in-Vadodara

- મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓને પાસબુક પ્રદાન કરાયા


વડોદરામાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દ્વારા અડાસ, સારસા, કડોદ અને ઓરણા પોસ્ટ ઓફિસનું નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય ડાક વિભાગ દ્વારા આજે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, પોસ્ટલ વિભાગ દેશમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે અને છેવાડાના ગામ સુધી લોકોને સુવિધા પૂરી પાડે છે.


કેન્દ્રીય સંચારમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમાજના છેલ્લા માઈલ સુધી લોકોને સશક્તિકરણ અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે વિવિધ યોજનાઓ શરુ કરવામાં આવી છે. વર્તમાનમાં જ મહિલાઓના નાણાકીય સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એવી મહિલા સમ્માન બચત પત્ર યોજના ભારતીય ટપાલ વિભાગનાં માધ્યમથી શરુ કરવામાં આવેલ છે. જેની અવધિ બે વર્ષની છે અને જેનો વર્તમાન વ્યાજદર 7.5% છે.


સુકન્યા સમૃદ્ધિ યોજના આવી જ એક સરકારની ફલેગશીપ યોજના છે. જે વર્ષ 2015માં બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શરુ કરવામાં આવી છે. જેનો વર્તમાન વ્યાજ દર 8.2 ટકા છે. પોસ્ટ વિભાગ થકી તાજેતરમાં 8.7.2023 ના રોજ એક વ્યાપક વીમા પોલિસી શરુ કરવામાં આવી છે. જેનું નામ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના (ASSY) છે. જેનો ઉદેશ્ય મજુર વર્ગને અકસ્માત સામે રક્ષણ પૂરો પાડવાનો છે.


કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ટપાલ વિભાગના સભ્ય બનવાનાં પ્રતીક રૂપે મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓને પાસબુક તેમજ ASSY પોલિસી ધારકોને પોલિસીપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. તેમજ ટપાલ વીમા યોજનાના વારસદારોને વિમાની કલેઇમ રાશીના ચેક સમર્પિત કરવામાં આવ્યા હતા.


કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ટપાલ વિભાગની વિભિન્ન સેવાઓને સમર્થન આપવા આહવાન કર્યું હતું. તેમજ કર્મચારીગણને લોકો સુધી વિવિધ સેવાઓ ગુણવત્તાબદ્ધ આપવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Share :

Leave a Comments