વડોદરાના ભૂતડીઝાપા પાસે ગાયે વૃદ્ધાને ભેટીએ ચડાવતા રોડ પર પટાકાયા, હાથમાં ફેક્ચર થયું

શહેરના રાજમાર્ગો પર રખડતી ગાયોનોના ત્રાસમાંથી શહેરીજનોને ક્યારે મુક્તિ મળશે?

MailVadodara.com - Near-Bhutdizhapa-of-Vadodara-cow-was-trampled-on-the-road-while-hugging-an-old-woman-the-hand-was-injured

- છેલ્લા બે માસ દરમિયાન કોર્પોરેશનની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા 1600 જેટલી ગાયોને ડબામાં પુરવામાં આવી છતાં રખડતી ગાયોના ત્રાસમાં કોઈ જ ઘટાડો નહીં


વડોદરા મહાનગર પાલિકા શહેરના માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવામાં નિષ્ફળ ગયું છે. વડોદરાના ભૂતડીઝાપા પાસે ગાયોના દોડતા ટોળાને જોઈને રોડની બાજુમાં ઊભા થઈ ગયેલા એક વૃદ્ધાને ટોળા પૈકી એક ગાયે ભેટીએ ચડાવ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધા મને હાથમાં ફ્રેક્ચર થયું છે. નોંધનીય છે કે, શહેરમાં ગાયો દ્વારા થઇ રહેલા હુમલાના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા રખડતી ગાયોને ઢોર ડબ્બામાં પુરવા માટે ઘનિષ્ઠ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે માસ દરમિયાન કોર્પોરેશનની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા 1600 જેટલી ગાયોને ડબામાં પુરવામાં આવી છે.

વડોદરા શહેરના ભૂતડીઝાપા પાસે મોડી સાંજે બનેલી ઘટના અંગેની મળેલી માહિતી મુજબ નાગરવાડા સંતોષીમાતાની પોળમાં 62 વર્ષિય મુક્તાબેન હમીરભાઇ વડીયાતર પુત્ર શૈલેષ સાથે રહે છે અને બંગલાઓમાં ઘરકામ કરી પુત્રને મદદરૂપ થાય છે. મુક્તાબેન કાસમઆલા કબ્રસ્તાન પાસે ક્લિનીકમાં દવા લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભૂતડીઝાપા રોડ ઉપર ગાયોનું ટોળું દોડતું ધસી આવ્યું હતું. ગાયોના દોડતા ટોળાને જોઈ મુક્તાબેન રોડની બાજુમાં ઊભા થઈ ગયા હતા અને પોતે સલામત થઈ ગયા હોવાનો અહેસાસ વ્યક્ત કરી રહ્યા હતા.


દરમિયાન દોડતા ગાયોના ટોળા પૈકીની એક ગાય તેમના તરફ ધસી આવી હતી અને ભેટીએ ચડાવી ઉલાળ્યા હતા. ગાયે ભેટીએ ચઢાવતાની સાથે જ વૃદ્ધા મુકતાબેન રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓને હાથે ફ્રેક્ચર થયું હતું. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજા પામેલા મુક્તાબેનને તેઓના ઘરે મૂકી આવ્યા હતા. ઘરે ગયા બાદ મુકતાબેનને હાથમાં દુખાવો થતાં તેઓને પુત્ર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ હાથના એક્સ-રે કરીને તપાસ કરતા ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું. 


ગાયના હુમલાનો ભોગ બનેલા મુક્તિબેનના પુત્ર શૈલેષભાઇએ જણાવ્યું હતું કે, હવે તો હદ થઈ ગઈ છે. વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોના માલિકો સામે કોર્પોરેશને કડક કાર્યવાહી કરીને શહેરીજનોને મુક્તિ અપાવવી જોઈએ તેવી મારી માંગણી છે. કોર્પોરેશન માત્ર વાતો કરે છે. પરંતુ ઠોસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ છે. મારી માતાને હાથમાં ફ્રેક્ચર થતાં 20 હજારનો ખર્ચ આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે, અવારનવાર ગાયો દ્વારા થઈ રહેલા હુમલાના પગલે શહેરીજનોમાં પાલિકા સામે ભારે જોવા મળ્યો છે. જો કે, કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પર રખડતી ગાયોના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરવા માટે ત્રણ શિફ્ટમાં રખડતી ગાયોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર રખડતી ગાયોના ત્રાસમાં કોઈ જ ઘટાડો થયો નથી, પરંતુ રસ્તા ઉપર રખડતી ગાયોના ત્રાસમાં વધારો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. વડોદરા શહેરના રાજમાર્ગો પર રખડતી ગાયોનોના ત્રાસમાંથી શહેરીજનોને ક્યારે મુક્તિ મળશે તે કહેવું અશક્ય છે.

Share :

Leave a Comments