વડોદરા કોર્ટમાં 9 માર્ચે નેશનલ લોક અદાલત યોજાશે, બાકી ઈ-ચલણની રકમ ભરવા શહેર પોલીસની અપીલ

હાલ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા `વન નેશન, વન ચલણ' અંતર્ગત ઇ-ચલણ અપાય છે

MailVadodara.com - National-Lok-Adalat-will-be-held-in-Vadodara-court-on-March-9-appeal-of-city-police-to-pay-the-outstanding-amount-of-e-challan

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ઈ-મેમો ઇસ્યૂ કરવામાં આવ્યા છે. આ દંડની રકમ ભરપાઈ ન કરેલ હોય તે વાહન ચાલકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે નામદાર વડોદરા શહેર કોર્ટ દ્વારા પ્રિ-લીટીગેશન નોટીસ આપવામાં આવી રહી છે. એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે તમારા રજીસ્ટર વાહનના ન ચૂકવાયેલ ઈ-ચલણની રકમ આગામી 9 માર્ચ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ કરી છે.

હાલમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 'વન નેશન, વન ચલણ' અંતર્ગત ઇ-ચલણ આપવામાં આવે છે. જે ઈ-ચલણની ભરપાઈ જો 90 દિવસમાં ન થાય તો તે ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. જો વર્ચ્યુઅલ કોર્ટમાં નિશ્ચિત સમયગાળામાં ભરપાઈ ન થાય તો તે ચલણ રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાઈ છે.

ઇ-મેમોના દંડની રકમ ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકો તમારા વાહનના રજીસ્ટ્રેશન નંબર પર ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહીં તે તમારા વાહન નંબર પરથી https//vadodaraechallan.co.in અને https//echallan.parivahan.gov.in સાઈટ પરથી જાણી શકાય છે. જો ઇ-મેમાના દંડની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તો નીચે મુજબની મુજબની વેબસાઈટ અથવા સ્થળ પર ઓફલાઈન પેમેન્ટ ભરી શકો છો.

1. https//vadodaraechallan.co.in  https//echallan.parivahan.gov.in  પર.

2. આસાન કેન્દ્ર પોલીસ ભવન, વડોદરા શહેર ખાતે

3. કારેલીબાગ, ટ્રાફિક ઓફિસ, વડોદરા શહેર ખાતે

4. સયાજીગંજ, ટ્રાફિક ઓફીસ, વડોદરા શહેર ખાતે

5. દિવાળીપુરા કોર્ટ વડોદરા શહેર ખાતે રૂબરૂ ઓફલાઇન ભરી શકો છો.

6. વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થયેલ ઇ-ચલણ https//vcourts.gov.in.

જો તમને ઈ-ચલણ બાબતે કોઈ પ્રશ્ન લાગે તો પોલીસ કમિશ્નરની કચેરી બીજો માળ, સી.સી.ટી.વી. કંટ્રોલરૂમ વડોદરા શહેરની મુલાકાત લઈ શકો છો.

ઇચલણ ભરવાના ફાયદા-

* ઇ-ચલણ કોઈ પણ સ્થળે, કોઈપણ સમયે ઓનલાઇન ભરી શકાય છે. ઓનલાઇન દંડ ભરવાથી વ્યય થતાં સમયનો બચાવ થાય છે.

* ઇ-ચલણની રકમ ભરવાથી ભવિષ્યમાં વાહનની માલીકી ફેરબદલના સમયે થતાં અવરોધથી બચી શકાય છે.

* ઇ-ચલણની રકમ ભરપાઈ કરવાથી ઉપસ્થિત થનાર કોર્ટ કાર્યવાહીથી બચી શકાય છે.

Share :

Leave a Comments