પાલિકાનો પાયલોટ પ્રોજેક્ટ : સૌથી લાંબા અટલ બ્રિજ સોલાર સંચાલિત CCTV કેમેરા લગાવાયા

PMનો કાર્યક્રમ નક્કી થતાં બ્રિજ પર સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા લગાવાયા હતા

MailVadodara.com - Municipal-Pilot-Project-Longest-Atal-Bridge-solar-powered-CCTV-cameras-installed

- હાલ 7 કેમેરા લગાવાયા છે, બીજા 3 કેમેરા એક-બે દિવસમાં લાગી જશે

- સોલાર સંચાલિત સીસીટીવી કેમેરાની કિંમત રૂપિયા 21 હજારથી રૂપિયા 25 હજાર જેટલી છે, જેમાં કોઇપણ પ્રકારના કેબલની જરૂર પડતી નથી


વડોદરા મહાનગર સેવાસદન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અટલ બ્રિજ ઉપર સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા સફળતા પૂર્વક કામ કરશે તો આવનારા દિવસોમાં શહેરના જે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાના બાકી છે. ત્યાં સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. નોંધનીય છે કે, આ કેમેરા વડાપ્રધાનના વડોદરાના પ્રવાસ કાર્યક્રમ પૂર્વે તત્કાલ લગાવવામાં આવ્યા હતા.

વડોદરા કોર્પોરેશનના આઇ.ટી. ડાયરેક્ટર મનિષ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ ઉપર સોલાર સંચાલિત 10 સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે. 10 પૈકી 7 કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. સોલાર સંચાલિત આ કેમેરા સફળથા પૂર્વક કામ આપશે તો આવનારા દિવસોમાં શહેરના જે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાના બાકી છે. ત્યાં સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવા માટેનું આયોજન કરવામાં આવશે.


તેમણે વધુમા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા 1400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે પૈકી 75 જેટલા સીસીટીવી કેમેરા ફાયબર ફ્લોટના કારણે બંધ હાલતમાં છે. શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કોર્પોરેશનના સેન્ટ્રલ રૂમથી કરવામાં આવે છે. 

તેમણે જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અટલ બ્રિજ ઉપર જે સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમાં કોઇ કેબલની જરૂર પડતી નથી. કેમેરા સાથે લગાવવામાં આવેલી ચિપ્સ દ્વારા જ ડેટા મળી જશે. કોર્પોરેશન દ્વારા જે હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે ગુજરાતમાં પ્રથમ હશે. આ પ્રોજેક્ટ સફળ થશે કોર્પોરેશનને આર્થિક ફાયદો થશે. આ કેમેરા ગમે ત્યાંથી કાઢીને તુરંત જ બીજે લગાવી શકાશે. 

આઇ.ટી. ડાયરેક્ટર મનિષ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે લગાવવાના જ હતા. પરંતુ,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરામાં આવવાનો એકાએક કાર્યક્રમ નક્કી થતા, સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા વડાપ્રધાનના રૂટ ઉપરના અટલ બ્રિજ ઉપર લગાવવામાં આવ્યા હતા. હાલ 7 કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજા 3 કેમેરા એક-બે દિવસમાં લાગી જશે. 


સોલાર સંચાલિત સીસીટીવી કેમેરાની કિંમત રૂપિયા 21 હજારથી રૂપિયા 25 હજાર જેટલી છે. આ કેમેરામાં કોઇપણ પ્રકારના કેબલની જરૂર પડતી નથી. ઉપરાંત આ કેમેરા ચોમાસા સહિત કોઇ ઋતુમાં બગડવાનો પ્રશ્ન રહેતો નથી. ઇલેક્ટ્રીક પાવરથી ચાલતા સી.સી. ટી.વી. ફાયબર ફોલ્ટના કારણે અવાર-નવાર ખરાબ થઇ જતા હોય છે. પરંતુ, સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા ખરાબ થવાની શક્યતાઓ નહિંવત હોય છે.

અટલ બ્રિજ ઉપર લગાવવામાં આવેલા સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા કેવું કામ આપે છે. તે માટે પોલીસ વિભાગ પાસે પણ ફિડબેક લેવામાં આવશે. જો આ કેમેરા ધાર્યા પ્રમાણે કામ આપશે તો આવનારા દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સોલાર સંચાલિત કેમેરા લગાવવામાં આવશે. ગુજરાતમાં માત્ર વડોદરામાં સોલાર સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રથમ પ્રોજેક્ટ છે. તેમ આઇ.ટી. ડાયેક્ટર મનિષ ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું.

Share :

Leave a Comments