વડોદરા જિલ્લાના હજુ 32 હજારથી વધુ ખેડૂતોના ઈ-કેવાયસી કરાવવાના બાકી

30 સપ્ટેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવા સૂચના આપી

MailVadodara.com - More-than-32-thousand-farmers-of-Vadodara-district-are-yet-to-undergo-e-KYC

પી.એમ. કિસાન સન્માન યોજના અંતર્ગત હાલમાં ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. હજુ પણ વડોદરા જિલ્લાના 32,513 લાભાર્થી ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત ઈ કેવાયસી અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવવું અનિવાર્ય છે. હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બાકી રહેલા 32,513 ખેડૂતો સમયસર તા.30-09-2023 સુધીમાં ઈ કેવાયસી નહિં કરાવે તો આગામી સમયમાં યોજનાના લાભથી વંચિત રહેશે.

તાલુકાવાર બાકી ઈ-કેવાયસી સંખ્યા જોઈએ તો વડોદરા ગ્રામ્યના 3940 ખેડૂતો, ડભોઈના 5414, કરજણના 5901, પાદરાના 4191, વાઘોડિયાના 2532, શિનોરના 3092, સાવલીના 5562 અને ડેસર તાલુકાના 1673 ખેડૂતો છે. ઈ કેવાયસી ખેડૂતના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રકીયા છે. જો ખેડૂતના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક ન હોય તો બેંકમાં રૂબરૂ જઈને એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજિયાત છે. 

Share :

Leave a Comments