વાડી સ્થિત પૌરાણિક શનિ મહારાજના મંદિરે ફળો અને ફૂલોના હિંડોળાનો મનોરથ યોજાયો

મનોરથના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

MailVadodara.com - Manoratha-of-fruit-and-flower-carousel-held-at-Pauranic-Shani-Maharaj-temple-in-Wadi


શહેરના વાડી રંગમહાલ સ્થિત પૌરાણિક શનિદેવ મંદિર ખાતે આજે નિજ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની તૃતિયા ને શનિવારે સિઝનલ ફળોનો મનોરથ કરવામાં આવ્યો હતો.


આજે વિક્રમ સંવત 2079 ને નિજ શ્રાવણ વદ તૃતિયા ને શનિવારે શહેરના મધ્યમાં એટલે કે વડોદરા શહેરના હ્રદય સમા વાડી રંગમહાલ ખાતે આવેલ અતિ પૌરાણિક શનિદેવ મંદિર ખાતે શનિદેવને ફળોનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સિઝનલ ફળો જેવાં કે, કેળાં, ચીકુ, સફરજન, દાડમ, મોસંબી, નારંગી વિગેરે મળીને કુલ 250 કિ.ગ્રા. ઓર્ગેનિક ફળો કે જે ખેડૂતો દ્વારા આપવામાં આવ્યા છે તથા ફૂલોનો મનોરથ કરવામાં આવ્યો હતો. આજે શ્રાવણ માસના શનિવારે અહીં વહેલી સવારથી ભક્તોએ મોટી સંખ્યામાં ફળો અને ફૂલોના મનોરથ સાથે શનિદેવના દર્શન કર્યા હતા. આજના આ ફળોના મનોરથ સાથે મંદિરના વિશેષ મહત્વ બાબતે મુખ્ય પૂજારી શ્લોક દવે દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.


Share :

Leave a Comments