શહેર નજીક આવેલા અટલાદરા તળાવમાં આજે સવારે એક આધેડ વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણકારી ફાયર બ્રિગેડને મળતા સ્થળ પર પહોંચી જઈ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. તપાસ કરતા યુવક માનસિક રીતે અસ્વસ્થનો હોવાનું જણાય આવ્યું હતું.
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં રહેતા જયેશ પટેલ ગઇકાલથી ગુમ થઈ ગયા હતા અને તેઓની શોધખોળ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. જાે કે આજે સવારે અટલાદરા તળાવમાં અજાણ્યા યુવકનો મૃતદેહ દેખાયો હોવાની જાણકારી ફાયર બ્રિગેડને મળતા લાશ્કરોએ સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
તપાસ દરમિયાન મરનારનું નામ જયેશ પટેલ હોવાનું જાણવા મું હતું. તેઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેઓની સારવાર પણ ચાલતી હતી. ગઈકાલે ઘરમાંથી નીકળી ગયા હોવાની વિગતો જાણવા મળી છે.