MSUની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ સંખ્યા મર્યાદિત કરવા વિચારણા

સંખ્યા ઓછી કરવાની વિચારણાનો આખરી નિર્ણય સત્તાધીશો લેશે

MailVadodara.com - MSU-Commerce-Faculty-Considers-Limiting-First-Year-Enrollment

- ઇમારતોના અભાવે એફવાયમાં 5500 વિદ્યાર્થીને જ પ્રવેશ મળી શકશે!!

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ સંખ્યા મર્યાદિત કરવા વિચારણા કરવામાં આવી છે. બિલ્ડિંગોના અભાવના પગલે 5500 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે. કોમર્સ દ્વારા સંખ્યા ઓછી કરવાની વિચારણા પણ આખરી નિર્ણય યુનિવર્સિટીને સત્તાધીશો લેશે.

નવા શૈક્ષણિક સત્રથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવાનું વિચારણા હેઠળ છે. દર વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં 7 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. કોરોના કાળમાં માસ પ્રમોશનના પગલે 9 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે હજુ પણ કોમર્સ ફેકલ્ટીમાં 17 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે 7થી 8 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. કોમર્સ ફેકલ્ટીમાં મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ અને પાદરા કોલેજ આવેલી છે.

બિલ્ડિંગ મર્યાદિત છે તેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી દર વર્ષે પરીક્ષા, લેકચર, પરિણામની સમસ્યાઓ ઉભી થાય છે. જેના પગલે સમગ્ર વર્ષ એકડમીક સત્ર મોડું ચાલે છે. વિદ્યાર્થીઓની વધારે સંખ્યાની સામે અધ્યાપકો પૂરતા હોતા નથી. જેના પગલે મેનજમેન્ટ પણ થઇ રહ્યું ના હોવાથી આ વર્ષે વિદ્યાર્થીની સંખ્યા 5500 સુધી રાખવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો મુજબ છેલ્લો નિર્ણય યુનિ. સત્તાધીશો લેશે.

Share :

Leave a Comments