વડોદરામાં આવાસના ખાલી મકાનના ફોર્મ લેવા સવારથી લોકોની બેંકોની બહાર લાંબી લાઇનો

વુડા દ્વારા સુભાનપુરાની ખાનગી બેંક સહિત વિવિધ બેંકો દ્વારા ફોમ વેચાણ કરાઇ રહ્યા છે

MailVadodara.com - Long-queues-of-people-outside-banks-since-morning-to-collect-housing-vacancy-forms-in-Vadodara

- લોકોનો વારો આવે ત્યારે ફોર્મ ખુટી પડ્યા હોવાનું જણાવાતા વિલા મોંઢે પરત ફરવું પડ્યું

- આપના અગ્રણીનો આક્ષેપ, તંત્ર દ્વારા 1 રૂપિયાની કિંમતના ફોર્મના 100 લઇને ઉઘાડી લૂંટ કરાઇ રહી છે, માત્ર 103 મકાનો માટે હજારથી વધુ ફોર્મ વેચાણ કરાયા!

વડોદરામાં વુડાની હદમાં આવેલા EWSના 103 મકાનો માટે વુડા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંક સહિત વિવિધ બેંકો દ્વારા ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે. આજે પણ વહેલી સવારથી ફોર્મ લેવા માટે લોકોની બેંકોની બહાર લાંબી લાઇનો લાગી હતી. આમ આદમી પાર્ટીના અગ્રણીએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા 1 રૂપિયાની કિંમતના ફોર્મના 100 રૂપિયા લઇને ઉઘાડી લૂંટ શરૂ કરી છે. તંત્ર દ્વારા માત્ર 103 મકાનો માટે હજારથી વધુ ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે.

વડોદરામાં પોતાનું ઘર મેળવવા માટે સરકારની આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકો વહેલી સવારથી કતારોમાં લાગી રહ્યા છે. ઘણા લોકોનો વારો આવે ત્યારે ફોર્મ ખુટી પડ્યા હોવાનું જણાવી દેવામાં આવે છે, જેથી તેમણે નિરાશ થવું પડી રહ્યું છે. આખરે લોકોએ વિલા મોંઢે પરત ફરવું પડી રહ્યું છે. જોકે, સુભાનપુરા ખાતેની એક બેંક દ્વારા આજે એક હજાર ફોર્મ સ્ટોરમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સાથે તમામને ફોર્મ મળશે તેવો વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે.



આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું હતું કે, વુડાની હદમાં PM આવાસના EWSના 103 ખાલી પડેલા મકાનો માટે ડ્રો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તા. 1થી લઇને 20 જાન્યુઆરી સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવનાર છે. પહેલી તારીખે માત્ર ફોર્મ વહેંચાયા હતા, ત્યારબાદ ફોર્મ વહેચાયા નથી. લોકો વહેલી સવારથી ફોર્મ માટે લાઇનો લગાવીને ઉભા રહે છે. તંત્ર દ્વારા ફોર્મ વેચાણના નામે ધંધો શરૂ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.


ફોર્મ લેવા માટે આવેલા રાજુભાઇ કજેરીયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા ફોર્મ વેચાણ માટેની કોઇ યોગ્ય સુવિધા કરવામાં આવી નથી. આજે સવારે 5 વાગ્યાથી હું અન્ય લોકો ફોર્મ લેવા માટે લાઇનમાં ઉભા રહેવા આવ્યા છે.

સુમિત્રાબેને જણાવ્યું હતું કે, અમે ત્રણ વખત ધક્કા ખાઇ ચુક્યા છીએ. લોકોનો સમય બચે તે માટે પ્રયાસ કરવો જોઇએ. આજે પણ કામ-ધંધો છોડી ફોર્મ લેવા આવ્યા છે. 100 રૂપિયાનું ફોર્મ ખરીદી ભર્યા પછી મકાન મળશે કે નહીં તે નક્કી નથી. ફોર્મના 100 રૂપિયા લઇને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

Share :

Leave a Comments