આમલીયારા ગામ પાસેથી ટ્રકમાં સિરામિક ટાઇલ્સની આડમાં લઈ જવાતો રૂા.17.60 લાખનો દારૂ ઝડપાયો

આમલિયારા પાસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આદારે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Liquor-worth-Rs-17-60-lakh-was-seized-from-Amliyara-village-in-a-truck-under-the-guise-of-ceramic-tiles

- પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને ટાઇલ્સ મળી 33.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો


વડોદરા-હાલોલ રોડ ઉપર આવેલા આમલિયારા ગામ પાસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ટ્રકમાં સિરામિક ટાઇલ્સની આડમાં લઈ જવાતો રૂપિયા 17.60 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને ટાઇલ્સ મળી રૂપિયા 33.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં એલસીબીની ટીમનું સતત પેટ્રોલિંગ ચાલતું હોય છે. રાત્રે એલસીબી ટીમ જરોદ પોલીસ હદમાં પેટ્રોલિંગમા હતી. દરમિયાન પીએસાઇ આર.બી. વનારને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોધરા તરફથી ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિહ, શક્તિસિંહ, સિદ્ધરાજસિંહ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિહ અને જયપાલસિંહ સાથે આમલિયારા ગામ પાસે વોચ ગોઠવી હતી.


આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા ટ્રકને રોકી હતી. આ ટ્રકમાંથી ડ્રાઈવર મુસ્કતીમ કાલુખાન મેવ (રહે. ડુગેજા, પુનહાના, થાના પનગવા, હરિયાણા) અને અકરમ જાકીર હુસેન મેવ (રહે. સરહેટા ટાવર પાસે, પીંજારા, અલવર, રાજસ્થાન) મળી આવ્યા હતા. બંનેને સાથે રાખીને ટ્રકનો પાછળનો દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા સિરામિક ટાઇલ્સના બોક્સ ભરેલા મળી આવ્યા હતા. આ મામલે વધુ ઊંડાણપૂર્વક બોક્સ હટાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.


પોલીસે ચાલકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, ચાલકના ફોન પર ફારૂક મેવ નામના શખસનો ફોન આવ્યો હતો. તેણે હરિણાયાથી માલ ભરીને વડોદરા જવાનું કહેતા એક શખસે ગાડી ભરી આપી હતી. બાદમાં પોલીસે સપ્લાયરની શોધખોળ ઝડપી કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત મામલે જરોદ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Share :

Leave a Comments