ધારાશાસ્ત્રી શૈલેષ અમીનનું ફેક એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી

સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Lawmaker-Shailesh-Amin-created-fake-account-and-demanded-money

શહેરના જાણીતા વકીલ અને વિશ્વામિત્રી બચાવો સમિતિના સ્થાપક શૈેલેષ અમીનનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પૈસા માંગવામાં આવ્યા છે. જે અંગે શૈલેષ અમીને કોઇને પોતાના નામે પૈેસા ન આપવાની અપીલ કરી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિના સ્થાપક સભ્ય અને એડવોકેટ શૈલેશ વિષ્ણુભાઈ અમીને સાયબર ક્રાઇમમાં આપેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, આજે શનિવારેના મારા મિત્રો દ્વારા જાણવા મળ્યું કે, મારા નામનું અને મારો ફોટો ધરાવતું સોશિયલ મીડિયાના INSTAGRAMમાં એક બોગસ એકાઉન્ટ aminshailesh_ બનાવી ઉપર Shailesh Amin (@aminshailesh_)) દર્શાવી કોઈએ બનાવી, આવું બોગસ એકાઉન્ટ બનાવનારે પોતાનો મોબાઈલ નંબર ૬૩૭૦૦૮૦૮૩૫ દર્શાવી અમારા સાચા એકાઉન્ટમાં દર્શાવેલા મિત્રો, સંબંધીઓ અને તમામને જાણે અમે પોતે રૂપિયા માંગતા હોય તેવું જણાય તેવી રીતે પોતાના મોબાઈલ નંબર ૬૩૭૦૦૮૦૮૩૫ થી ખોલેલા નાણાકીય વ્યવહાર કરી શકાય તે માટેના Google Pay નામના મોબાઈલ એપ્લીકેશન ઉપર આશરે રૂ.૭,૦૦૦ થી રૂ.૧૦,૦૦૦ સુધીની માંગણી કરવાનો ગંભીર પ્રકારનો સાયબર ક્રાઈમનો ગુન્હો કરેલ છે.  

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આવા સાયબર ક્રાઈમના હિસ્ટ્રી શીટરોએ વડોદરા મેયરનું પણ બોગસ એકાઉન્ટ બનાવી, પાલિકાના કેટલાક અધિકારીઓ પાસે રૂપિયા પડાવી લીધેલા હતા.


આવા સોશિયલ મીડિયા ઉપર બોગસ એકાઉન્ટ બનાવનારા બે રીતે પકડાઈ શકે છે. પ્રથમ તો મોબાઈલ નંબર ઉપર થી શોધી શકાય અને બીજું ગુગલ પે ના એકાઉન્ટ ઉપર થી પણ શોધી શકાય.  આવા બોગસ એકાઉન્ટ બનાવનાર ગુજરાતી-અંગ્રેજી મીક્ષ ભાષા વાપરે છે જેથી બીજા રાજ્યમાંથી મોબાઈલ મેળવી ને વડોદરા શહેરમાં બેઠા પણ આવો ગેરકાયદેસર નો ધંધો કરતા હોઈ શકે.  નાણાકીય વ્યવહારો મોબાઈલ ના Google Pay જેવા એપ્લીકેશન દ્વારા કરવાનું મહત્તમ શાળા-કોલેજ ના વિદ્યાર્થીઓ થી માંડી ને નાના વેપારીઓ, મોટા મોલ ના સ્ટોરો માં ખરીદી ના બિલ ની ચુકવણી કે શાળા કોલેજ માં ભરવાની ફી માટે ખુબ સામાન્ય થઇ ગયેલ છે, જેથી આવા સાયબર ફ્રોડ માટે ઉદાશીનતા ભવિષ્ય માં ખુબ મોટા અને ગંભીર ગુન્હા માં ફેરવાઈ શકે.

સદર બાબતની અમારી ફરિયાદ નોધી, આરોપી ને પકડી લાવી, રિમાંડ મેળવી અન્ય કેટલા ગુન્હા કરેલા હોવાની માહિતી અને આરોપી સાથે ના સાગરીતો ની માહિતી, આરોપી ના Google Pay સાથે જોડાયેલા બેંક ના એકાઉન્ટ ની માહિતી, તેમજ ગુન્હેગારે મેળવેલ મોબાઈલ સીમ કાર્ડ માટે રજુ કરેલા આધાર કાર્ડ જેવા દસ્તાવેજી પુરાવા પણ નકલી બનાવેલા હોઈ શકે, આવી ઘણી બાબતો તપાસી, ગુન્હેગારો ને કડક માં કડક સજા કરાવી, તેનો દ્રષ્ટાંત બેસાડી, આગામી દિવસો માં આવા ગુન્હા બને નહિ તેવી ઠોસ કાર્યવાહી કરવા અમારી ફરિયાદ નોધશો.

Share :

Leave a Comments