હાલોલથી ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવતો રિક્ષાચાલક જરોદ ચોકડી પાસેથી ઝડપાયો

જિલ્લા એસઓજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

MailVadodara.com - Jarod-a-rickshaw-puller-who-was-bringing-a-quantity-of-ganja-from-Halol-to-Vadodara-was-caught-from-Chowkdi

વડોદરા-હાલોલ સ્ટેટ હાઇવે ઉપર જરોદ ચોકડી પાસે જિલ્લા એસઓજી પોલીસ ગઈકાલે વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક સીએનજી રીક્ષાને ઉભી રાખી તેના ચાલકનું નામ પૂછતા જહીરૂદ્દીન શબ્બીરભાઈ મલેક (રહે. ચંબુશા બાવાનો ટેકરો, જીઇબી પાસે, પાણીગેટ) જાણવા મળ્યું હતું. તેની રિક્ષાની ઝડતી લેતા રીક્ષાની આગળની સીટ નીચે ભૂરા રંગની પ્લાસ્ટિકની એક થેલી જણાઈ હતી. આ થેલીમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળ્યો હતો. 

વડોદરા જિલ્લા એસઓજી પોલીસે ગાંજાનો 995 ગ્રામ જથ્થો, રીક્ષા એક મોબાઇલ મળી 84,980નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજાના જથ્થા અંગે જહીરૂદ્દીનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજા-રાણી તળાવ પાસે મોહસીન શેખ નામના શખ્શે મને ખર્ચો પાણી આપીને હાલોલમાં 51 નંબરની સોસાયટીમાં રહેતા સોનીબેન અફઝલભાઈને ત્યાં મોકલ્યો હતો અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈને પરત વડોદરા જતો હતો. આ અંગે જરોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments