છાણી તળાવનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કર્યું છતાં ગટરનું પાણી છોડાતા સ્થાનિકોમાં આક્રોશ

છાણી તળાવ ફરતે મોર્નિંગ વોક માટે જતા રહીશો ગટરના પાણીની દુર્ગંધથી પરેશાન

MailVadodara.com - Despite-the-beautification-of-Chhani-Lake-at-the-cost-of-crores-residents-are-outraged-by-the-discharge-of-sewage-water

- મહામહેનતે સફાઇ થયા બાદ કાળજી ન રખાતાં તળાવમાં ઝાડી-ઝાંખરાં ઊગ્યાં


છાણી તળાવના બ્યૂટિફિકેશન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા એળે ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છાણી તળાવ ફરતે મોર્નિંગ વોક માટે જતા રહીશો ગટરના પાણીની દુર્ગંધથી પરેશાન થઇ ગયા છે. ઉપરાંત તળાવમાં ઝાડી-ઝાખરાં ઊગી ગયાં હોવા છતાં નિકાલ કરાઈ રહ્યો નથી.

વડોદરા શહેરનું છાણી તળાવ કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. છતાં પણ તળાવમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવી રહ્યાં છે. આ અગાઉ કરોડોના ખર્ચે તૈયાર થયેલ ડ્રેનેજ પ્લાન હોવા છતાં તળાવમાં ગંદુ પાણી ક્યાંથી આવે છે, સવારમાં તળાવમાં બનાવેલ વોકિંગ ટ્રક પર વોક કરતા સિનિયર સિટીઝન પરેશાન થાય છે. અહીંયા દુર્ગંધ મારતા ગંદા પાણીથી વોક કરતા સિનિયર સિટીઝનો પરેશાન હોવાથી સામાજિક કાર્ય કરતા દ્વારા કોર્પોરેશનને જાગૃત કરવા માટે કાર્યક્રમ યોજયો હતો.

સત્વરે આ બાબતે કોર્પોરેશન કાર્યવાહી કરે એવી માંગ સાથે આજે સિનિયર સિટીઝન અને સામાજિક આગેવાન દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. આજુબાજુની સોસાયટીના ડ્રેનજનાં કનેક્શન છાણી તળાવમાં આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો મોર્નિંગ વોકર્સ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને પગલે સવારે ચાલવું અને કસરત કરવી દુષ્કર થઇ પડી છે.

આ ઉપરાંત તળાવમાં ઝાડી-ઝાખરાં પણ ઊગી ગયાં છે, જેનો કોઇ નિકાલ કરવામાં આવી રહ્યો નથી. છાણી તળાવના બ્યૂટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ ડ્રેનેજનાં પાણી તળાવમાં છોડવામાં આવતાં હોવાથી બગીચામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોર્નિંગ વોકર્સ દ્વારા આ અંગે પાલિકાની વોર્ડ ઓફિસમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ ઉકેલ આવ્યો નથી.

Share :

Leave a Comments