- તરસાલી બાયપાસ જંક્શનથી ધનીયાવી આદર્શનગર જતાં રસ્તે વરસાદી ગટર નખાશે, કામગીરી પૂર્ણ થતાં સુધી રસ્તો બંધ રહેશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની આજવા ટાંકી ખાતેથી નીકળતી હયાત ડીલીવરી પાણીની નળીકાને નવીન પાણીની નળીકા સાથે જોડાણ કરવાની હોવાથી એક ટાઈમ પાણી નહીં મળે. આ સાથે શહેરના દક્ષિણ ઝોનમાં તરસાલી બાયપાસ જંક્શનથી ધનીયાવી આદર્શનગર જતાં રસ્તે વરસાદી ગટર નાંખવાની કામગીરી ઈજારદાર દ્વારા સ્થળે શરૂ કરવામાં આવું છે. જેથી આજથી જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરના આજવા ટાંકી ખાતેથી નીકળતી હયાત ડીલીવરી પાણીની નળીકાને નવીન પાણીની નળીકા સાથે જોડાણ કરવાની કામગીરી તા.02/02/2024ને શુક્રવારના રોજ સવારે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આજવા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવેલ કીશનવાડી વુડાના મકાનો, પૂજા પાર્ક, શેષનારાયણ સોસાયટી, બીલીપત્ર સોસાયટી, ખોડીયારનગર ચાર રસ્તાથી એસ્સાર પેટ્રોલ પંપનો વિસ્તાર, બાપોદ ગામ અને બાપોદ ગાર્ડનનો વિસ્તાર, દ્વારકા સોસાયટી, બાપોદ પોલીસ સ્ટેશન પાછળનો વિસ્તાર, રામ પાર્ક, અહેમદ પાર્ક, ડભોઈ દશાલાડ ભવનનો પાછળનો વિસ્તાર, વહીવટી વોર્ડ નં. 05ની પાછળનો વિસ્તારના તા. 02/02/2024ના રોજ શુક્રવારના સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં આવશે નહી. તા.03/02/2024ને શનિવાર સવારના રોજ આજવા ટાંકીથી વિતરણ થતા ઝોનમાં પાણીનું વિતરણ વિલંબથી તથા હળવા દબાણથી કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તેમજ કામગીરી દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવ્યું છે.
શહેરના દક્ષિણ ઝોનમાં તરસાલી બાયપાસ જંક્શનથી ધનીયાવી આદર્શનગર જતાં રસ્તે વરસાદી ગટર નાંખવાની કામગીરી ઇજારદાર દ્વારા સ્થળે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે વાપરવામાં આવનાર મશીનરીઝ તથા મજુરો/કારીગરોની હેરફેર માટે, કામના મટીરીયલ રાખવા તથા કામગીરીની સરળતા માટે સદર રસ્તો તમામ પ્રકારનાં ભારદારી વાહનોની અવર-જવર માટે જરૂરીયાત મુજબ સ્થળ-સ્થિતિની આવશ્યકતા પ્રમાણે તા.01/02/2024ના રોજથી કામગીરી સંપૂર્ણ પૂર્ણ થતાં સુધી બંધ રહેશે. જેથી આ રસ્તાના વિકલ્પે અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવાનો રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આ કામગીરીમાં સાથ સહકાર આપવા માટે જાહેર જનતાને નમ્ર વિનંતી કરવામાં આવી છે.