- અકોટા પોલીસે મૂળ ઉત્તરાખંડના આરોપી દિપકસિંગ ભંડારીની ધરપકડ કરી ચોરી કરેલ મોટર સાયકલ અને 6 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા
વડોદરામાં ચોરીના મોબાઇલ ફોન તથા ચોરી કરેલ વાહન સાથે એક ઇસમને અકોટા પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં અકોટામાં વર્ક બુ કેફે ખાતેથી મોબાઇલની ચોરી થઈ હતી. જે અંગે અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે સી.સી.ટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન એક ઈસમ અકોટા બ્રીજની નીચે મોટરસાઇકલ લઈને ચોરીનાે મોબાઇલ ફોન વેચાવાની ફીરાકમાં છે તેવી બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે આ ઇસમને પકડ્યો હતો. તેને મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી અંગ ઝડતી કરતા તેની પાસેથી કુલ છ મોબાઇલ ફોન મળી આવેલ હતા. આ મોબાઇલ ફોનમાંથી એક તેણે મુંજમહુડાથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતુ. તેમજ એક મોબાઇલ ફોન વર્ક બુ કેફેમાંથી ચોરી કરેલ તેમજ રોકડા રૂપિયા પણ કેફેમાંથી ચોરી કરેલ કબૂલાત કરી હતી. આ ઇસમ પાસેથી મળી આવેલ મોટરસાઇકલ આશરે સાતેક દિવસ પહેલા ચોરી કરેલ હોવાનુ જણાવ્યુ હતું. પોલીસે આરોપી દિપકસિંગ ભંડારી (રહે.મ.નં.૧૫૮૮ નગલા ટાઉન કોલોની, આશીક પોસ્ટ, પતનગર, તા.કીચ્છા જી.ઉધમસસિંહનગર, ઉતરાખંડ, હાલ રહે.અગ્રશેન ભવન, જેતલપુર રોડ, વડોદરા શહેર)ની ધરપકડ કરી ચોરી કરેલ મોટર સાયકલ અને મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.