વડોદરામાં પ્રતાપનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર દેશોના દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે "આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ 2023" ના ઉદઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તકે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી આજે વડોદરામાં આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પહેલી વખત ચાર જુદા-જુદા દેશમાંથી વ્હીલચેર ક્રિકેટ રમવા માટે સ્પર્ધકો પહોંચ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારત. બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની ટીમે ભાગ લીધો હતો. આ ચારેય ટીમમાં 15-15 લોકો વ્હીલચેર ક્રિકેટ રમાશે. આ પહેલા પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સિલેકશન કરવામાં આવ્યુ હતુ અને સિલેક્શન કર્યા બાદ 15 લોકોને અહીં લાવવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓની રહેવા,ખાવા-પીવા અને તમામ પ્રકારની વ્યવસ્થા વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન દ્રારા કરવામાં આવી છે.
ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશન દ્વારા વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ 2023"નું આયોજન તા.23 થી28 માર્ચ દરમિયાન ક્રિકેટ મેચ યોજાનાર છે. દરરોજ બે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. 27 તારીખે સેમિફાઇનલ અને 28મી તારીખે ફાઇનલ મેચ રમાશે. પ્રથમ દિવસે શ્રીલંકા અને નેપાળ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં શ્રીલંકાએ બેટિંગ લીધી હતી.