- બેરેકના કેદીઓની પુછપરછ કરતા બંન્ને મોબાઈલ પાકા કામનો કેદી મુન્ના મૌયુદ્દીન શેખ વાપરતો હોવાનું જણાવતા રાવપુરા પોલીસમાં ફરિયાદ
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ મોબાઇલ સંતાડવા માટે નવો નુસખો અજમાવ્યો છે. પાકા કામના કેદીએ એલએડી લેમ્પમાંથી સર્કિટ કાઢી નાખી તેની અંદર બે મોબાઇલ સંતાડી દીધી હતા. જેલના કર્મચારીઓને લેમ્પ બંધ હોય શંકા ગઇ હતી. જેથી લેમ્પ નીચે ઉતારી જોતા તેમાં સિમકાર્ડ વગરના બે મોબાઇલ મળી આવ્યાં હતા. જેલમાં કેવી રીતે મોબાઇલ ઘુસાડાઇ રહ્યા છે તે જાણવાની દરકાર પણ સત્તાધીશો કરતા નથી.
વડોદરા સેન્ટ્રલના સ્ટાફ ક્વાટર્સમાં રહેતા ધીરુભાઈ એસ.સોલંકી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 20 નવેમ્બરના રોજ મારી ડ્યુટીજેલમાં જેલર તરીકે હતી તે દરમ્યાન સર્કલ વિભાગ યાર્ડ નં-9 બેરેક નં-1માં ફરજ બજાવતા જેલ સહાયકને સાથે રાખી ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓ દ્વારા યાર્ડ નં-9 બેરેક નં-1માં ઝડતી કરવા માટે ગયા હતા. તે દરમિયાન રેકમાં પ્રવેશતા એલ.ઈ.ડી. લેમ્પ બંધ હતો. જેથી જેલના ઝડતી સ્ક્વોર્ડના કર્મચારીઓના શંકા ગઇ હતી. જેથી સીડી મંગાવી ઝડતી સ્કવોર્ડ સિપાઈએ લેમ્પ નીચે ઉતારીને ચેક કર્યો હતો ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. એલ.ઈ.ડી. લેમ્પની સર્કીટ કાઢીને તેમાં બે મોબાઇલ સંતાડી દીધો હતો. બંને મોબાઇલોમાંથી સિમકાર્ડ કાઢી લીધા હતા. આ બાબતે બેરેકના કેદીઓની પુછપરછ કરત આ બંન્ને મોબાઈલ પાકા કેદી નામે મુન્ના મૌયુદ્દીન શેખ વાપરતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે જેલમાં આટલી કડક સિક્યુરિટી હોવા છતાં મોબાઇલ કેવી રીતે ઘુસાડાયા છે. તેની જેલ સત્તાધીશો જાણવાની સુદ્ધા કોશિશ પણ કરતા નથી. રાવપુરા પોલીસે મુન્ના શેખ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે ખોલી નંબર 9ના શૌચાલયની બારીમાં સંતાડેલો મોબાઇલ મળી આવ્યો હતો.