વડોદરા શહેરમાં વધતો જતો પાણી જન્ય અને આંખ આવવાની બિમારીનો વ્યાપ

MailVadodara.com - Increasing-prevalence-of-water-borne-and-eye-diseases-in-Vadodara-city

શહેરમાં ચોમાસાંની શરૂઆતથી જ પાણીજન્ય બિમારી જેમ કે, ઝાડા-ઊલ્ટી, આંતરડાનું ઇન્ફેક્શન, ટાઇફોઇડ, હાલ આંખ આવવાની બિમારી કજક્ટીવાઇટીસના કેસીસ OPDમાં વ્યાપકપણે જાેવાં મળે છે.

જે પૈકી ટાઇફોઇડનાં કેસીસની રીકવરી ધીમી એટલે કે, MDR Typhoid (Multiple Drug Resistant) નું પ્રમાણ જાેવા મળી રહ્યું છે. વધતાં જતાં એન્ટીબાયોટીક્સનો ઉપયોગ અથવા બેક્ટેરીયાવાળું unusual behavior  જેનું કારણ હોઇ શકે.


લોકોને પ્રાથમિક તકેદારીનાં સ્વરૂપે અનહાઇજેનિક ખુલ્લો વાસી ખોરાક ન લેવો જાેઇએ, પાણી ઉકાળીને પીવું, ફળો અને શાકભાજીને સારી રીતે ધોઇને વાપરવા. Sanitizer નો ઉપયોગ કરવો અથવા સાબુ થી વારંવાર  હાથ ધોવા

આંખનું વાઇરલ ઇન્ફેક્શન  કજક્ટીવાઇટીસ કે જે વ્યક્તિનાં ડાયરેક્ટ સંપર્કમાં આવવાથી અથવા તેની છીંક, ખાસી કે તેની અડકેલી વસ્તુઓનાં સંપર્કમાં આવવાથી ફેલાય છે, જે હાલ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે.


તેની સાવચેતી સ્વરૂપે સંક્રમિત વ્યક્તિએ ચશ્માં પહેરવા, પોતે ઉપયોગ કરેલ વસ્તુઓ અલગ રાખવી તેમજ જાતે એન્ટીબાયોટીક્સ કે સ્ટીરોઇડ્સનાં ટીપાં કે Self-Medication ન કરતાં ફેમિલી ફિઝિશિયન કે નિષ્ણાંત તબીબીની સલાહ લેવી.


Share :

Leave a Comments