ભંગારના વેપારીની હત્યા કેસમાં પોલીસે આજે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

ભરવાડોએ સાળા-બનેવીએ અપહરણ કરી માર માર્યો હતો, જેમાં બનેવીનું મોત થયું હતું

MailVadodara.com - In-the-scrap-dealer-murder-case-the-police-today-kept-both-the-accused-together-and-reconstructed-the-incident

- સાળા-બનેવીએ કહ્યું હતું કે, તમને બેટરીના પૈસા આપી દઇએ છે, મારશો નહીં, પણ તે માન્યા ન હતા

- કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા


વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી ભંગારના વેપારીઓનું અપહરણ કરી માર મારતા એકનું મોત થતાં પોલીસે બે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ સૌથી પહેલા બંને આરોપીને લઈને ગોલ્ડન ચોકડી પાસે આવેલી ભંગારની દુકાને લઈ ગઈ હતી. કેવી રીતે સાળા-બનેવીનું અપહરણ કર્યું તેની રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારબાદ નિમેટા સ્થિત ફાર્મ હાઉસ પહોંચી હતી અને છેલ્લે જ્યાં લાશ ફેંકવામાં આવી હતી. ત્યા જઈને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે.


કૈલાશનાથ ધનાનાથ યોગી(રહે. છાણી જકાતનાકા)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે 24 ફેબ્રઆરીના રોજ સવારે સાત વાગે તે અને તેમના બનેવી રાજુનાથ બાલુનાથ યોગી ગોલ્ડન ચોકડી પાસે ભંગારની દુકાને હતા. બપોરે બાર વાગ્યે બે અજાણ્યા છોકરાં બે વાહનની બેટરી લઇને આવ્યા હતા. તે પછી એક ફોર્ચુનર કાર આવી હતી જેમાંથી ચાર યુવાનો ઉતર્યા હતા અને સાળા-બનેવીને બે લાફા મારીને ગાડીમાં બેસાડી દીધા હતા. રાજુ ભરવાડ અને બેચર ભરવાડના સહિતના ચાર યુવાનો કારમાં બેસાડી કૈલાશનાથ અને રાજુનાથને આજવા નિમેટા રોડના એક ફાર્મહાઉસમાં લઇ ગયા હતા. ત્યાં પીવીસી પાઈપથી માર મારી લીલું મરચું ખવડાવ્યું હતું.

સાળા-બનેવીએ કહ્યું હતું કે, તમને બેટરીના પૈસા આપી દઇએ છે, મારશો નહીં, પણ તે માન્યા ન હતા. રાજુનાથ બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં લઇ જવાના બહાને કારમાં ક્યાંક લઇ ગયા હતા. તે પછી રાજુ ભરવાડ અને બેચર ભરવાડ સ્વીફટ કારમાં કૈલાશનાથને વાપી પાસેના ટોલ નાકા નજીક રૂ.1300 આપી મુંબઇ જતો રહેવા કહ્યું હતું. આ પછી ગમેતેમ કરીને કૈલાશનાથ રાતના સમયે વડોદરા પહોંચ્યા હતા. ત્યારબાદ રવિવારે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યો હતો. કૈલાશનાથની ફરિયાદના આધારે હરણી પોલીસે રાજુ ભરવાડ અને બેચર ભરવાડ સામે ગુનો દાખલ કરી ગહન તપાસ હાથ ધરી હતી.


દરજીપુરા પાસે ભંગારની દુકાન ધરાવનાર સાળા-બનેવીનું ચોરીની બેટરી ખરીદવાની શંકાએ ભરવાડોએ 24 ફેબ્રુઆરીએ અપહરણ કરી માર માર્યો હતો. જેમાં બનેવી રાજુનું મોત થયું હતું. જેનો મૃતદેહ હાલોલ પાસેથી મળી આવતાં પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માગણી કરાતાં હોસ્પિટલ ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


પોલીસે બંને આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડને વડોદરા કોર્ટમાં હાજર કર્યાં હતા. જ્યાં કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આજે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાથે આ મામલે મેહુલ ભરવાડ અને નિલેશ ભરવાડની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments