રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં આપ પાર્ટીએ સિલિન્ડરની નનામી બનાવી સ્મશાન યાત્રા કાઢી

બે સિલેન્ડરની નનામી બનાવી સ્મશાન યાત્રા જિલ્લા કલેકટર કચેરીએ લઈ ગયા હતા

MailVadodara.com - In-protest-against-the-increase-in-the-price-of-cooking-gas-the-AAP-party-took-out-a-funeral-procession-in-the-name-of-the-cylinder

- જિલ્લા કલેકટરને રાંધણ ગેસના વધતા ભાવના વિરોધમાં આવેદનપત્ર સુપ્રત કર્યું

ભારત સરકારે રાંધણ ગેસના ભાવમાં ઉતરોતર વધારો કરી રહ્યો છે, તેનો વિરોધ આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે કર્યો હતો.


રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતરોતર વધારો થઈ રહ્યો છે અને તાજેતરમાં પણ ફરી એક વખત કેન્દ્ર સરકારે ધરખમ ભાવ વધારો કર્યો હતો. જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ કોઠી ચાર રસ્તાથી બે સિલેન્ડરની નનામી બનાવી સ્મશાન યાત્રા જિલ્લા કલેકટર કચેરીએ લઈ ગયા હતા અને અનોખી રીતે વિરોધ કરી જિલ્લા કલેકટરને રાંધણ ગેસના વધતા જતા ભાવના વિરોધમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણી શીતલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં જે રીતે સરકાર ઉતરોતર વધારો કરી રહી છે જેને કારણે મહિલાઓનું બજેટ ખોરવાયું છે અને સાથે સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે તેને અટકાવવાની જરૂર છે. આમ આદમી પાર્ટી આ અંગે જરૂર પડે આંદોલન પણ કરશે તેમ ઉમેર્યું હતું.

Share :

Leave a Comments