વડોદરામાં `બેટા.., તું સિગારેટ કેમ પીવે છે, તું હજી નાનો છો' કહેતા યુવકે પિતાના મિત્રને ધોઇ નાખ્યો

સિગરેટની લતે ચઢેલા યુવાનને તેના પિતાના મિત્રએ સલાહ આપવું ભારે પડ્યું

MailVadodara.com - In-Vadodara-youth-washes-fathers-friend-saying-Son-why-are-you-smoking-cigarettes-you-are-still-young

- ઇજાગ્રસ્ત લેબર કોન્ટ્રાક્ટરે યુવક સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

વડોદરામાં નાની ઉંમરે સિગરેટની લતે ચઢેલા યુવાનને તેના પિતાના મિત્રએ સલાહ આપવું ભારે પડ્યું છે. સિગરેટ પિતા યુવકે પિતાના મિત્રને બરાબરનો ધોઇ નાંખતા સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો.


વડોદરા શહેરના વડસર ગામ પાસે આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં શૈલેષભાઇ ઠાકોરભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૦)એ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગઇકાલે ગત રાત્રે હું બાઇક લઇને મસાલો ખાવા પાન હાઉસ ખાતે ગયો હતો. પાન મસાલો ખાઇને પરત આવતી વેળાએ મેં મારા મિત્ર રામુભાઇ સેનના પુત્ર મહાવીર (રહે. લાભુબાનગર, વડસર ગામ, વડોદરા)ને પાન હાઉસની બહાર સિગરેટ પીતા જોયો હતો. જેથી મેં તેને કહ્યું કે, બેટા, તું સિગારેટ કેમ પીવે છે, તું હજી નાનો છો ? આટલું બોલ્યા બાદ મહાવીરે મારી સાથે ઝગડો કર્યો હતો અને ગંદી ગાળો આપવા માંડ્યો હતો. મેં તેને આમ નહિ કરવા જણાવતા તેણે મારી સાથે ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન પાન હાઉસની બહાર પડેલી સાયકલ મને આંખ પર વાગી જતા હું નીચે પડી ગયો હતો. અને તેણે મને માર માર્યો હતો. મને માર મારી તે નાસી છુટ્યો હતો. 

આખરે ઘટના અંગે મેં મારા ભાઇને જાણ કરતા તે મને લેવા આવી ગયો હતો. અને મને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યો હતો. આ ઉપરોક્ત મામલે માંજલપુર પોલીસ મથકમાં શૈલેષભાઇ પ્રજાપતિએ પોતાના મિત્ર રામુભાઇ સેનના પુત્ર મહાવીર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments