વડોદરામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા ડ્રગ્સ-દારૂનું સેવન કરનારા લોકોને પકડવા ઝુંબેશ શરૂ

શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ખાસ ટેસ્ટ કીટથી ચેકિંગ કરાશે

MailVadodara.com - In-Vadodara-the-police-started-a-campaign-to-catch-people-consuming-drugs-and-alcohol-on-the-occasion-of-Thirty-First

- 31 ડિસેમ્બર સુધી દરરોજ રાત્રે 12 વાગ્યા સુધી સઘન ચેકિંગ કરાશે


31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં પોલીસ દ્વારા રાત્રે ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહેલોતના આદેશથી ગતરાત્રે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.



નવા વર્ષની ઉજવણીને લઈને હવે દારૂની મહેફિલો અને દારૂની હેરાફેરીને રોકવા માટે વડોદરા પોલીસ સજ્જ બની છે. જેના પગલે વડોદરા પોલીસે ગત રાતે વડોદરા શહેરમાં હાઈવેથી શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં વડોદરા ક્રાઈમ બ્રાંચ, SOG, PCB અને સ્થાનિક પોલીસ પણ જોડાઇ હતી. 31 ડિસેમ્બર સુધી રોજ રાત્રે 10થી 12 વાગ્યા દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવશે. ડ્રગ્સ અને દારૂનું સેવન કરનારા લોકોને પકડવા માટે વડોદરા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


વડોદરા શહેરની અટલાદરા ચેક પોસ્ટ પાસે ડ્રગ્સનું સેવન કરનારાઓને પકડવા માટે ખાસ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ટેસ્ટ કીટ દ્વારા મોઢામાંથી લાળના નમૂના લઈને સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. જો ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું કીટ દ્વારા માલુમ પડશે તો NDPSના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


Share :

Leave a Comments