વડોદરામાં ઢોર પાર્ટીએ પકડેલી ગાયને ઇકો ચાલક પોલીસની હાજરીમાં હુમલો કરી છોડાવીને લઇ ગયો!

વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી વેમાલી ગામ નજીક ગાય પકડવા ગઇ હતી

MailVadodara.com - In-Vadodara-the-cow-caught-by-the-cattle-party-was-attacked-and-released-by-the-echo-driver-in-the-presence-of-the-police

- રખડતી ગાય પકડી ઊભેલી ઢોર પાર્ટીને ઇકોચાલકે, ગાય કેમ પકડી છે, ગાય છોડીને જતા રહો, નહીં તો જાનથી મારી નાખીશ' ધમકી આપી હતી

- કોન્ટ્રાક્ટ પરના કર્મચારીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. જેમાં કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા શહેરમાં રખડતી ગાયને પકડવામાં આવી હતી. તે દરમિયાન એક ઇકો કારના ચાલકે ત્યાં આવી પહોંચ્યો હતો અને પુરી ટીમ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. જે બાદ તેને પોલીસની હાજરીમાં જ બાંધેલી ગાયને છોડીને લઈ ગયો હતો. આ સાથે જ ઢોર પાર્ટી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં રહેતા અને કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા રમેશભાઇ પરમાર (ઉં.વ.50)એ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું, મારી સાથે ચીરાગભાઇ અશોકભાઉ ચુનારા, મોનિષ લાલાભાઇ કહાર, હરીભાઇ મહેશભાઇ ચુનારા, ગલાભાઇ અશોકભાઇ રાવળ અને અલાશ નવીનભાઇ યાદવરાવ સાથે કોર્પોરેશનની ઢોર પકડવાની ગાડી લઇને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હતા. તે દરમિયાન વેમાલી ગામમાં અંબે સ્કૂલ અને સ્કાયઝેન સ્કૂલની વચ્ચે ગાય દેખાઇ હતી. જેથી અમે ગાયને પકડી હતી અને ગાયને લઇ જવા માટે ટ્રેક્ટર મંગાવ્યું હતું.


આ સમયે અમે ત્યાં ગાય પકડીને ઉભા હતા. તે દરમિયાન એક ઇકો ગાડી (નં-GJ06PC8083)નો ચાલક અમારી પાસે આવ્યો હતો અને અમને કહેવા લાગ્યો હતો કે, આ ગાયને તમે કેમ પકડી છે? કહીને અમને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે અહીંથી ગાય છોડીને જતા રહો, નહીં તો તમને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. જેથી મેં તેને ગાળો નહીં બોલવા અને ધમકી નહીં આપવા જણાવ્યું હતું. જેથી તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના હાથમાં રહેલી લાકડી મારા જમણા હાથની હથેળીમાં મારીને મને ઇજા કરી હતી. તે વખતે અમારી સાથેના ઢોર પકડવાના માણસો વચ્ચે પડ્યા હતા. જેથી તે ત્યાંથી ગાય લઇને ત્યાંથી જતો રહ્યો હતો.


વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારી મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું કે, અમારી ઢોર પાર્ટીના કર્મચારીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીએ અજાણ્યા ઇકો ચાલક સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે મંજુસર પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.


ઉલ્લેખનીય છે કે, ઢોર પાર્ટીની સાથે પોલીસ હાજર હોવા છતાં ઇકો કારનો ચાલક દાદાગીરી કરીને ગાયને છોડાવી ગયો હતો. ત્યારે સવાલ એ થાય છે કે, પોલીસ-બંદોબસ્ત હોવા છતાં ઇકો કારનો ચાલક ગાય છોડાવી જતો હોય તો પોલીસ-બંદોબસ્તની જરૂર શું છે? પોલીસ તો જાે મૂકપ્રેક્ષક બનીને રહી ગઇ હોય એવાં દૃશ્યો જોવા મળ્યો હતો. ત્યારે ઢોર પાર્ટીના કર્મચારીઓના જીવના માથે મોટું જોખમ ઊભું થયું છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો પર રખડતી ગાયોને પકડવાની કામગીરી ચાલુ રહી છે, એ કામગીરીમાં અવરોધરૂપ બની રહેલા ચૌપાકો સામે પોલીસ ફરિયાદો પણ થઇ રહી છે. વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ પુરવાર થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગાચો પકડવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ-બંદોબસ્ત સાથે ગાયો પકડવા જાય છે, ત્યારે ગૌપાલકો પોતાની ગાયોને ઢોર પાર્ટીથી બચાવવા માટે બાઇકો પર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે નીકળી પડે છે.

Share :

Leave a Comments