વડોદરામાં ગરીબ પરિવારની દીકરીને લગ્નની લાલચે ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

આજવા રોડના અશોક ઉર્ફે જીતુ જાદવે 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી

MailVadodara.com - In-Vadodara-the-accused-who-raped-the-daughter-of-a-poor-family-was-arrested

- વાઘોડિયા પોલીસ મથકની ટીમે લોકેશનના આધારે સુરતથી સગીરા અને અશોક જાદવને ઝડપી પાડ્યો હતો, પોલીસે દુષ્કર્મનો દાખલ કર્યો

ગરીબ પરિવારની અશિક્ષિત સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરી જિંદગી બગાડનાર આરોપી યુવાનની વાઘોડિયા પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી વાઘોડિયા તાલુકાના એક ગામના પરિવારની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી સુરત લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરાના આજવા રોડ ઉપર આવેલી પુનમનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય અશોક ઉર્ફે જીતુ ભીમરાવ જાદવે વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના ગામના પરિવારની 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને લગ્નની લાલચ આપી ફેરવતો હતો.


કોઈ કામ-ધંધો ન કરનાર અને ગરીબ પરિવારની અશિક્ષિત સગીરાઓને ફસાવવાના ફિરાકમાં ફરતા અશોક જાદવે અગાઉ પણ એક સગીરાને લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરી છોડી મૂકી હતી. બાદમાં તેણે વાઘોડિયા તાલુકાના એક ગામના પરિવારની 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેણે લગ્નની લાલચ આપી મે 2023માં એટલે કે, 20 દિવસ પહેલાં ભગાડી ગયો હતો અને સીમાને સુરત લઈ ગયો હતો. ત્યાં તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

વાઘોડિયા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે અશોક ઉર્ફે જીતુ જાદવ સાથે મે માસમાં ભાગી ગયેલી સગીરાએ 10 દિવસ સુધી પરિવારને ફોન કરી જણાવ્યું હતું કે, હું માસી, મામા વગેરે કુટુંબીજનોના ઘરે છું, જણાવી ગેરમાર્ગે દોરતી હતી. દરમિયાન પિતાને દીકરી સગીરા ઉપર શંકા જતાં તેઓએ કુટુંબીજનોના ઘરે તપાસ કરતાં સગીરા ખોટું બોલતી હોવાનું જણાઇ આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આ દરમિયાન સગીરાના પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અશોક ઉર્ફે જીતુ જાદવ નામનો યુવાન સગીર દીકરીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પિતા પોલીસ ફરિયાદમાં દીકરી ફોન કરી કુટુંબીના ઘરે હોવાનું ખોટું બોલી રહી છે, તેમ જણાવતા પોલીસે સગીરાનો નંબર મેળવી તેનું લોકેશન સુરત મળી આવ્યું હતું.

વાઘોડિયા પોલીસ મથકના પીઆઈ પી.આર. જાડેજાએ તુરંત જ એક ટીમ સુરત રવાના કરી દીધી હતી. સુરત ગયેલી ટીમે લોકેશનના આધારે સગીરાની સાથે અશોક જાદવને ઝડપી પાડ્યો હતો. બંનેને પોલીસ ટીમ વાઘોડિયા પોલીસ મથકમાં લઈ આવી હતી. પોલીસે અશોક જાદવ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ IUCAWના પીઆઇ ડી.જી. તડવી કરી રહ્યા છે. તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓ છે.

Share :

Leave a Comments