વડોદરામાં ટ્રાફિકથી ધમધમતા સયાજીગંજમાં ટ્રાફિક બ્રાન્ચની ઓફિસ પાસે જ ભુવો પડ્યો

પાલિકા તંત્રની નિષ્કાળજીના લીધે વડોદરા ભુવા નગરી બની રહ્યું છે!!

MailVadodara.com - In-Vadodara-the-accident-occurred-near-the-office-of-the-traffic-branch-in-Sayajiganj-which-was-bustling-with-traffic

- સામાજિક કાર્યકર કમલેશ પરમારે ભૂવામાં બેસી વિરોધ નોંધાવી કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા


વડોદરામાં ચોમાસાની શરૂઆત થતા જ રોડ પર ખાડા પડવાની સાથે હલકી કક્ષાની કામગીરીને લીધે રોડ ધોવાઈ રહ્યા છે. બીજી બાજુ વિવિધ વિસ્તારમાં મોટા ભુવા પણ પડી રહ્યા છે અને હજુય ભુવા પડવાનું ચાલુ જ છે. 


સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક બ્રાન્ચની ઓફિસ પાસે જ ટ્રાફિકથી વ્યસ્ત રોડ પર ભુવો પડ્યો છે. આ ભૂવામાં બેસીને એક સામાજિક કાર્યકર કમલેશ પરમારે વિરોધ નોંધાવી કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. હજુ ચાર દિવસ પહેલા દાંડિયા બજાર વિસ્તારમાં મેન રોડ પર પડેલા ભુવામાં બેસીને કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ દર્શાવ્યો હતો. 


હાલ વરસાદ સતત પડી રહ્યો હોવાથી ભૂવા પડી રહ્યા છે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ પાણી અને ગટરની લાઈનના રીપેરીંગ માટે ખોદકામ બાદ જ્યારે માટી પુરાણ અને ડામર પાથરવાની જે કામગીરી કરવામાં આવે છે, તેમાં વેઠ ઉતારવામાં આવતા ચોમાસાની સિઝનમાં જમીન નીચેથી સેટલ થતાં ભુવા પડી રહ્યા છે. આ રોડ પર પડેલા ખાડા અને ભુવા ના કારણે કોઈ જીવલેણ અકસ્માત ન થાય તેને ધ્યાનમાં રાખીને વેળાસર રીપેરીંગ અને પુરાણની કામગીરી કરવા માંગ કરી છે. છાણી વિસ્તારમાં સ્મશાન રોડ પર એક સાથે પાંચ ભુવા જોવા મળ્યા હતા. બે દિવસ પહેલા અકોટાથી મુજમહુડા જતા રોડ પર સાઈડમાં જ્યાં પેવર બ્લોક ફીટ કરેલા છે ત્યાં નીચે પાણીની લાઈનમાં લીકેજ થતાં દસ ફૂટનો વિશાળ ભુવો પડ્યો હતો. તંત્રની નિષ્કાળજીના લીધે વડોદરા ભુવા નગરી બની ગયું છે.


Share :

Leave a Comments