વડોદરામાં અટલ બ્રિજ નીચે 135 પૈકી 37 પિલરની નીચેના ભાગમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરાશે

કોર્પોરેશન છ ભાગમાં એક વર્ષની મુદત માટે ઇજારો આપશે, આ માટે હરાજી કરાશે

MailVadodara.com - In-Vadodara-out-of-135-out-of-37-pillars-under-Atal-Bridge-pay-and-park-facility-will-be-created

- પિલરના દરેક વિભાગ મુજબ ડિપોઝિટની જુદી જુદી રકમ અને અપસેટ વેલ્યુ રખાઇ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફલાઈ ઓવર બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ આઠ મહિના પહેલા જ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજ નીચે 135 પિલર છે. આ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબ જ સમસ્યા રહેતી હોવાથી પિલર નીચેના ભાગમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવા કોર્પોરેશનને વિચાર્યું છે. આ માટે એક વર્ષની મુદત માટે ઇજારો માસિક લાઇસન્સ ફીથી આપવામાં આવનાર છે. આ માટે જાહેર હરાજી કરવામાં આવશે. 



અટલ બ્રિજની નીચેના 135 પિલરો પૈકી 37 પિલર નીચેના ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે. જેમાં પિલર નંબર 12થી 19 મનીષા ચોકડી, પિલર નંબર 32થી 37 હનુમાનજી મંદિર પાસે, પિલર નંબર 49 થી 52 મલ્હાર, પિલર નંબર 60થી 65 ચકલી સર્કલ અને પિલર નંબર 87 થી 93 આંબેડકર સર્કલ ખાતે આ સુવિધા ઉભી કરાશે. પિલરના દરેક વિભાગ મુજબ ડિપોઝિટની જુદી-જુદી રકમ અને અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે. ઇજારદારોને જરૂરી પુરાવા અને ડિપોઝિટ સાથે તારીખ 25 ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનની જમીન મિલકત અમલદારની ઓફિસમાં અરજી પત્રકો મોકલી આપવા જણાવ્યું છે. 

બીજીબાજુ આ બ્રિજના જ્યાં ઢાળ આવેલા છે તેની નીચે પિલર નહીં હોવાથી નીચેથી માટી વગેરે બહાર ન આવે અને લોકો કચરો ઠાલવીને ગંદકી ન કરે તેમજ  અસામાજિક પ્રવૃત્તિઓ ન કરે તેને ધ્યાનમાં રાખીને સ્ટોન પીચિંગની કામગીરી કરવામાં આવી છે. જો ઢાળ નીચેનો ભાગ ખુલ્લો રહેતો ગંદકીને લીધે સફાઈના પ્રશ્નો પણ ઊભા થાય તેમ છે.

Share :

Leave a Comments