- ભેજાબાજે બોલીવુડ સ્ટારને ઈન્સ્ટાગ્રામ પર લાઇક અને સબસ્ક્રાઇબ કરવા એક દિવસમાં હજારથી પંદરસોની કમાણીની ઑફર આપી હતી
પાર્ટ ટાઈમ જોબ ઓફરના બહાને પેઇડ ટાસ્ક પેટે ટુકડે ટુકડે રૂ.11.27 લાખ પડાવી વધુ રૂ. 11.80 લાખની માંગ કરી ઓનલાઇન છેતરપિંડી આચરવા મામલે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો, સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારક, વેબસાઈટ સંચાલક સહિતના સાત જેટલા શકમંદો વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશ રમાકાંત સાવંત ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, માર્ચ મહિના દરમિયાન વોટ્સએપ થકી દિવ્યા નામની મહિલાએ પોતે કેરિયર બિલ્ડર ઇન્ડિયા તરફથી હોવાનું જણાવી પાર્ટ ટાઇમ જોબ ઓફર કરી હતી. અને બોલીવુડ એક્ટર તથા એક્ટ્રેસને ઈન્સ્ટાગ્રામ પર લાઇક અને સબસ્ક્રાઇબ કરવા 2 લાઈકથી રૂ.200 અને એક દિવસમાં 30 લાઇકથી એક હજારથી પંદરસો સુધીની કમાણી થઈ શકશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ ટાસ્કના રૂપિયા ચૂકવ્યા બાદના રૂપિયા પ્લસ થઈ વળતર પેટે મળી રહ્યા હતા. જેથી વિશ્વાસ બેસતા વધુ લાલચે પેઇડ ટાસ્ક માટે ચાર લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેની સામે અમને 44થી 45 લાખ અમને મળવાપાત્ર હોવાનું જણાવી વધુ રૂપિયા 11.80 લાખની માંગ કરતા હુંએ ઇન્કાર કર્યો હતો. અને અત્યાર સુધી હુંએ 11.27 લાખની રકમ જમા કરાવી હોય તેનું વળતર આપવાની પણ ના પાડી હતી. અને પોતે છેતરાયા હોવાની જાણ થતા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો.