વડોદરામાં કાલે 23 એપ્રિલે શહેર-જિલ્લાના 56,460 ઉમેદવાર ટેટ-2ની પરીક્ષા આપશે

શહેર અને જિલ્લાનાં 159 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું

MailVadodara.com - In-Vadodara-56460-city-district-candidates-will-take-the-TET-II-exam-tomorrow-on-April-23

- પરીક્ષાનું રવિવારે બપોરે 3થી 4.30 વાગ્યા દરમિયાન આયોજન

આગામી 23મી એપ્રિલે વડોદરામાં રાજ્ય સરકાર દ્વારા ટેટ-2ની પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં શહેર-જિલ્લામાં 159 કેન્દ્રો પર 56460 ઉમેદવારો પરીક્ષા આપશે. કલેક્ટર અને વહિવટ વિભાગ દ્વારા દરેક કેન્દ્ર માટે ઓબ્ઝર્વર અને સુપરવાઈઝરની નિમણૂક કરાઈ છે. દર પરીક્ષાર્થીઓને સિરીઝ પ્રમાણે પેપર આપવામાં આવશે. અને તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની નજર હેઠળ ઉમેદવારો પરીક્ષા લેવાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-2ની પરીક્ષાનું રવિવારે બપોરે 3થી 4.30 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારોમાં ભયનો માહોલ ન રહે અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે કેટલાક નિયમોનું પાલન કરવા માટે સુચના આપવામાં આવી છે.

પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ ઉમેદવારો કે અન્ય વ્યક્તિ મોબાઈલ, કેલ્ક્યુલેટર, ઉપરાંત ડિજિટલ ઉપકરણોની સાથે કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં લઈ જઈ શકશે નહી.પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં વેપારીઓને ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની નજીક ચારથી વધારે વ્યક્તિને ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. સમગ્ર પરીક્ષા દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

Share :

Leave a Comments