- કોઈને કાંઈ કહીશ તો તારા ભાઈને મારી નાખીશ એવી ધમકી આપી સગીર કન્યા સાથે દુષ્કર્મ આચરી આરોપી સંજય ગોહિલ ફરાર થઇ ગયો
વડોદરાના સાવલી તાલુકાના અંતરિયાળ ગામની સગીર કન્યાને રાત્રીના સમયે ઉલટી થતી હતી. જેથી, ઘર બહાર નીકળી હતી ત્યારે એક યુવકે તેનું મોઢુ દબાવી ઘરના ધાબા પર લઈ ગયો હતો અને કોઇને કંઇ કહીશ તો તારા ભાઈને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવને લઇ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના સાવલી તાલુકાના મેવલી ગામે રહેતો સંજય અશ્વિન ગોહિલ નામના યુવકને સાવલીના અંતરિયાળ ગામમાં રહેતી એક સગીર વયની દીકરી ગમી ગઈ હતી. તેથી, તેની પર નજર રાખી રહ્યો હતો. ગત રાત્રે સગીર કન્યાને ઉલટી થતી હોવાથી ઘરની બહાર નીકળી હતી. તે સમયે સંજય ગોહિલ બાઈક પર આવ્યો હતો અને કન્યાને મો દબાવી ધાબા પર લઈને ગયો હતો. જ્યાં કોઈને કાંઈ કહીશ તો તારા ભાઈને મારી નાખીશ એવી ધમકી આપી સગીર કન્યા સાથે દુષ્કર્મ આચારી ફરાર થઇ ગયો હતો.
આ બનાવને લઇ ગભરાયેલી કન્યાએ આ વાતની તેની માતાને જાણ કરતા સાવલી પોલીસ સ્ટેશનમાં આવી સંજય ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ગંભીરતાને જોઈ સાવલી પોલીસે આરોપીને ઝડપી પોલીસ કાર્યવાહી ચાલી રહી હોવાનું પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું. હાલમાં વિવિધ પોલીસ કાર્યવાહી બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.