MSUની કોમર્સની એટીકેટીની પરીક્ષામાં સફાઇ કર્મીઓને બાથરૂમ ચેકીંગની જવાબદારી અપાઇ

કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો

MailVadodara.com - In-MSU-Commerce-exam-cleaners-were-given-the-responsibility-of-bathroom-checking

- પરીક્ષાના પ્રથમ દિવસે જ ગર્લ્સ વોશરૂમમાંથી મહિલા સફાઇ સેવકોને 50થી વધારે કાપલીઓ મળી, દર અડધા કલાકે ચેકિગ કરાશે

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની કોમર્સની એટીકેટીની પરીક્ષામાં સફાઇ સેવકોને દર અડધા કલાકે બાથરૂમમાં ચેકીંગ કરવાની જવાબદારી અપાઇ છે, જેમાં તેમને 25થી વધુ કાપલીઓ મળી રહી છે. ગર્લ્સના વોશરૂમમાંથી પણ ઢલગાબંધ કાપલીઓ મળી રહી છે. ટીવાય બીકોમની એટીકેટીની પરીક્ષા ચાલી રહી છે.

પરીક્ષાના પ્રથમ દિવસે ડીન અને અધ્યાપકોએ જાતે જ કાપલીબાજોને પકડ્યા હતા. યુનિટ બિલ્ડિંગ અને મેઇન બિલ્ડિંગ પર ચાલી રહેલી પરીક્ષામાં વોશરૂમમાં પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની સૂચના પ્રમાણે વોશરૂમમાં સફાઇ સેવકોને મોકલીને કાપલી સહિતનું સાહિત્યને શોધવામાં આવી રહ્યું છે. દર અડધા કલાકના અંતરે સફાઇ સેવકો દ્વારા વોશરૂમમાં સફાઇ કરવામાં આવે છે, જેમાં કાપલીઓ હોય તો તેને બહાર લાવીને ફેંકી દેવામાં આવી રહી છે. સફાઇ સેવકોને 20થી 25 જેટલી કાપલીઓ વોશરૂમમાંથી મળી રહી હોવાનું ફેકલ્ટી સત્તાધીશોએ જણાવ્યું હતું.

ગર્લ્સ વોશરૂમમાં પણ મહિલા સફાઇ સેવકો દ્વારા સફાઇ દરમિયાન કાપલી મળતી હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ દ્વારા વોશરૂમમાં કાપલી કે અન્ય સાહિત્ય મૂકવાનો કિમીયો વર્ષો જૂનો છે. કાપલીઓ મૂકીને આવીને પરીક્ષા દરમિયાન વચ્ચે વોશરૂમ જઇને કાપલીમાં કે સાહિત્યમાં જોઇ લેતા હોય છે. ઘણાં કિસ્સામાં પોતાની પાસે કાપલી હોય અને તે પરીક્ષામાં લખીને તેને ફેંકવા માટે વોશરૂમનું બહાનું કાઢીને વિદ્યાર્થીઓ જતા હોય છે. જેને રોકવા માટે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

ગર્લ્સ વોશરૂમમાં ચોંકવનારી રીતે 50થી વધારે કાપલીઓ મળી આવતા સત્તાધીશો પણ ચોંકી ઉઠયા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે જ 50થી વધારે કાપલીઓ ગર્લ્સ વોશરૂમમાંથી મળી આવી હતી.

Share :

Leave a Comments