- પરિણીતાએ દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમો બનાવી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન દુષ્કર્મના બનાવનો વધતા જાય છે. ઘણા કિસ્સાઓમાં પોલીસે દુષ્કર્મીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે વધુ એક દુષ્કર્મનો બનાવમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે હરણી વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં પરપ્રાંતિય પરીણીતા પોતાના પતિ સાથે રહે છે. દરમિયાન 7 નવેમ્બરના રોજ પતિ કામથી બહાર ગયા હતા. તે દરમિયાન પરીણીતાના ઘરે એકલી હતી. ત્યારે તેમના સંબંધી તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો અને પરીણિતાની એકલતાનો લાભ લઇને બળજબરીપૂર્વક તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.
હવસ સંતોષાઇ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખસે તેને કોઇ આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હતો. જેથી પરિણીતાના પતિ ઘરે આવતા તેણીએ તમામ હકીકતથી તેમને વાકેફ કર્યા હતા. જેથી પતિએ પણ તેને હિંમત આપી હતી ફરિયાદ નોંધાવવા માટે રાજી કરી હતી. દરમિયાન પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમો બનાવીને ફરાર થઇ ગયેલા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.