ડભોઇમાં ઘર પાસે ફરી રહેલી ઘોડીને યુવક હેરાનગતિ કરતો, ઘોડીએ મોંઢા અને છાતીમાં લાત મારતા મોત

પંચમહાલનો વતની પંકેશ રાઠવા પત્ની અને કાકાના દીકરા સાથે કડિયા કામ કરતો હતો

MailVadodara.com - In-Dabhoi-a-young-man-harasses-a-mare-running-near-a-house-the-mare-kicks-her-in-the-face-and-chest-and-dies

- કુંઢેલા ચોકડી પાસે ઘોડીની લાત વાગતા પંકેશ સ્થળ પર જ ઢળી પડયો હતો, ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું

ડભોઇના કુંઢેલા ગામ ચોકડી પાસે ઘોડીની હેરાનગતિ કરી રહેલા યુવાનને ઘોડીએ મોંઢામાં અને છાતીમાં લાત મારતા ગંભીર ઇજા પહોંચી હતી. ઘોડીએ લાત મારતા યુવક લોહીલુહાણ થઇ ગયો હતો. તેથી યુવાનને તરત જ વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ ચોકડી ઉપર પંચમહાલ જિલ્લાના આંબાખૂટ ગામ મોટાના વતની 25 વર્ષીય પંકેશ ખીમાભાઇ રાઠવા મકાનનું કડિયા કામ કરતો હતો. તેઓની સાથે તેમની પત્ની મંગુબહેન તેમજ કાકાના દીકરા વિજય રાઠવા પણ મજૂરી કામ કરતા હતા અને પંકેશ જે મકાનનું કડિયા કામ કરતા હતા ત્યાં જ રહેતા હતા. યુવક ઘોડીને હેરાનગતિ કરતો હતો.


મોડી સાંજે મકાન માલિકની ઘોડી ઘર પાસે ફરી રહી હતી. તે દરમિયાન પંકેશ રાઠવા ઘોડીને હેરાન કરી રહ્યો હતો. આ દરમિયાન હેરાનગતિથી ભડકેલી ઘોડીએ પંકેશના મોંઢામાં અને છાતીમાં લાત મારતા પંકેશ સ્થળ પર જ ઢળી પડયો હતો. મોઢામાં લાત વાગતા લોહીલુહાણ પણ થઇ ગયો હતો. આ બનાવ બનતા સ્થળ પર હાજર પત્ની મંગુબહેન અને તેનો પિતરાઇ ભાઇ વિજય રાઠવા તરત જ પંકેશને ગંભીર હાલતમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જોકે, ઘોડીની લાત છાતીમાં વાગી હોવાથી તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘોડીએ લાત મારતા મોતને ભેટેલા પંકેશ રાઠવાના બનેવી દિનેશભાઇ રાઠવા બનાવની જાણ થતાં વડોદરા દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, બહેન મંગુના દોઢ વર્ષ પહેલાં જ પંકેશ સાથે લગ્ન થયા હતા. તેઓને એક વર્ષની બાળકી છે. બહેન-બનેવી કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. હાલ તેઓ કુંઢેલા ગામ ચોકડી પાસે એક મકાનનું કડિયા કામ કરી રહ્યા હતા અને ત્યાં જ રહેતા હતા. મોડી સાંજે મકાન માલિકની ઘોડીએ બનેવી પંકેશના મોઢામાં અને છાતીમાં લાત મારતા મોતને ભેટ્યા છે. તેઓના અંતિમ સંસ્કાર વતનમાં કરવામાં આવશે. જોકે આ બનાવ અંગે ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments