મકરપુરા GIDCમાં આવેલી ગ્રીનબેલ્ટની જમીનમાં ગેરકાયદે ગોડાઉન તોડી પડાયું

તંત્રની જમીન મિલકત અને ગાર્ડન શાખાની ટીમોને સાથે રાખી કાર્યવાહી

MailVadodara.com - Illegal-godown-demolished-in-green-belt-land-in-Makarpura-GIDC

વડોદરાની મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગ્રીનબેલ્ટની જમીનમાં ગેરકાયદે પાકો શેડ બાંધીને તેનો ગોડાઉન તરીકે થતા ઉપયોગ અંગેની જાણ થતા પાલિકા તંત્ર દ્વારા જમીન મિલકત અને ગાર્ડન શાખાની ટીમોને સાથે રાખીને આ પાકો શેર પોલીસ બંદોબસ્તના નેજા હેઠળ તોડી પાડવામાં આવ્યો હતો.


પાલિકાના સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં ગ્રીનબેલ્ટની સરકારી જમીન આવેલી છે. છેલ્લા કેટલાય વખતથી આ ગ્રીનબેલ્ટની જમીનમાં એક શેડ બનાવવામાં આવ્યો હતો. 15x10ના બનાવાયેલા આ પાકા શેડનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો.

અંગેની વારંવાર ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી જેથી પાલિકાની દબાણ શાખાની ટીમે જમીન મિલકત શાખાના અધિકારી વસાવા શહીદ ગાર્ડન શાખાના ઓફિસર લીમ્બચિયા સાથે ધસી જઈ ગ્રીન બેલ્ટની જમીનમાં બનાવાયેલું પાકું ગોડાઉન બુલડોઝરના સહારે તોડી પાડવામાં આવ્યું હતું.

Share :

Leave a Comments