વડોદરા, અમદાવાદ, સુરત સહિત RR KABEL ગ્રૂપની 40થી વધુ જગ્યા પર IT વિભાગના દરોડા

આજે 15 જેટલા આઈટી અધિકારીઓની ટીમે કંપનીની ઓફિસો પર તપાસ શરૂ કરી

MailVadodara.com - IT-department-raids-more-than-40-premises-of-RR-KABEL-Group-including-Vadodara-Ahmedabad-Surat

- આઈટીની ટીમ દ્વારા કંપનીની ઓફિસોમાંથી ઉત્પાદન અને વેચાણ અંગેના ડેટા સહિત કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કર્યા!

વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કેબલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આજે વહેલી સવારથી જ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ ઉપરાંત ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. જાણવા મા મુજબ, આઈટી વિભાગના 15 જેટલા અધિકારીઓ-કર્મચારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હોવાનું જાણવા મળ્યું હતું. આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળુંનાણું મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે આર.આર. કેબલ કંપની આવેલી છે. આ કંપનીમાં અંદાજે 1 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. આજે વહેલી સવારે 4 ગાડીઓમાં 15 જેટલા આઈટી અધિકારીઓની ટીમ કંપનીમાં પહોંચી હતી અને કંપનીની ઓફિસો ઉપર તપાસ શરૂ કરી હતી. કંપનીની સાથોસાથ અન્ય ટીમ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ ખાતે આવેલ કંપનીની હેડ ઓફિસમાં પણ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. આજે સવારની ફર્સ્ટ શિફ્ટમાં પહોંચેલા ઓફિસ સ્ટાફના કર્મચારીઓને કંપનીના ગેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. અડધો કલાક સુધી કંપનીના ગેટ પાસે રોકી દેવાયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરીને તેઓને એક પછી એક કંપનીના ઓડિટોરિયમમાં બેસાડવામાં આવ્યા હતા. આઈટીની ટીમ દ્વારા કંપનીની ઓફિસોમાંથી કંપનીમાં થતાં ઉત્પાદન અને વેચાણ અંગેના ડેટા કબજે કર્યા હતા. ઉપરાંત આઈટી વિભાગ દ્વારા કાચા રો-મટિરિયલને લગતા પણ ડેટા મેળવ્યા હતા. આ સાથે કંપની દ્વારા ઓફિસના ઇન્ચાર્જ અધિકારીઓ પાસેથી બેંક એકાઉન્ટોની પણ માહિતી મેળવી હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. આઈટી વિભાગ દ્વારા કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


આઈટીની ટીમે વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી ઓફિસમાંથી પણ કંપનીનાં ઉત્પાદન અને વેચાણ અંગેની માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત આઈટી ટીમે વાર્ષિક ટર્ન ઓવર, સી.એસ.આર. ફંડ અંગેની પણ માહિતી મેળવી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છું. મોડી સવારે ઓફિસમાં આવેલા કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરી તેઓને બહાર બેસાડવામાં આવ્યા હતા, ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ તંત્રની મદદ લેવામાં આવી હતી.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે આર.આર. કેબલ કંપની આવેલી છે. આ કંપનીમાં અંદાજે 1 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. આ કંપની દ્વારા ગત ગણેશોત્સવ તેમજ નવરાત્રિ મહોત્સવમાં વડોદરામાં સ્પોન્સરશિપ આપવામાં આવી હતી. ઉપરાંત આ કંપની દ્વારા વડોદરા શહેર-જિલ્લાના પોલીસ મથકો તેમજ સરકારી ઈમારતો અને સોસાયટીઓમાં આર.આર. કેબલના બોર્ડને સ્પોન્સર કરવામાં આવેલા છે.

દિવાળી બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કેબલના ઉત્પાદનમાં સૌથી મોટા આર.આર. કેબલ કંપનીમાં સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી ગઈ હતી. દરોડાની કામગીરી દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળુંનાણું બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments