શહેરના ગોત્રી ભાયલી વિસ્તારમાં આજે બપોરની રસોઈના સમયે જ ગેસ સપ્લાય બંધ થઈ જતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
ગૃહિણીઓનું કહેવું છે કે ગેસ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની નોટિસ કે જાહેરાત વગર જ ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને બપોરે અને સાંજે રસોઈ સમયે જ ગેસ સપ્લાય બંધ થતો હોવાથી ખૂબ મુશ્કેલી પડે છે. ગેસ કંપનીના હેલ્પલાઈન નંબર ઉપર પણ યોગ્ય જવાબ મળતો નથી અને ગેસ સપ્લાય ફરી ક્યારે શરૂ થશે તેની પણ માહિતી આપવામાં આવતી નથી. આજે પણ આશરે 12 વાગ્યાના અરસામાં ગેસ સપ્લાય બંધ થઈ ગયો હતો અને લગભગ એક કલાક બાદ ફરી શરૂ થયો હતો.