વાઘોડિયાના અભરામપુરા ગામમાં મિલકત માટે પૌત્રએ દાદીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી

90ના દાદી અને પૌત્ર વચ્ચે મિલકતને લઈને અવારનવાર ઝઘડા થતાં હતા

MailVadodara.com - Grandson-axed-grandmother-to-death-over-property-in-Waghodia-Abharampura-village

- મને મારી જમીનમાં હિસ્સો કેમ નથી આપતા કહી પૌત્રએ ઘર આંગણે બેઠેલા દદીને મોત ઉતારી દીધા હતા, જરોદ પોલીસે આરોપી પૌત્રને દબોચી લીધો


વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અભરામપુરા ગામમાં મિલકત માટે પ્રપૌત્રએ ઘર આંગણે જ બેઠેલી વૃદ્ધ દાદીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઈ હતી. જરોદ પોલીસે હત્યારાની ગણતરીની મિનિટોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, વાઘોડિયા તાલુકાના અભરામપુરા ગામે રહેતા દરિયાબેન ચૌહાણ નામના વૃદ્ધાની હત્યાની ઘટના બની હતી. જેમાં તપાસ દરમિયાન જણવા  મળ્યું હતું કે, 90 વર્ષીય દરિયાબેન ગલાભાઇ ચૌહાણને બે પુત્ર હતા. એ બંને પુત્ર મરણ ગયેલ છે જેથી તેઓ પૌત્ર સાથે અભરામપુરા ગામે રહેતા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી તેઓને તેમના પૌત્ર કરણસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉ.વ. 26) સાથે મિલકત માટે ઝઘડો ચાલતો હતો. જોકે, દરીયાબેન પૌત્રને દાદ આપતા ન હતા. આથી પૌત્રને દાદી પર રોષ હતો.

જેને પગલે ગઇકાલે સવારે ગુસ્સે ભરાયેલો કરણસિંહ  નામનો તેમનો પૌત્ર અચાનક ઘસી આવ્યો હતો અને મને મારી જમીનમાં હિસ્સો કેમ નથી આપતા તેવું જણાવી ઘર આંગણે બેઠેલા તેના દાદી દરિયાબેનના માથાના ભાગે કુહાડીના ઉપરાછાપરી બે ઘા મારી દીધા હતા, અને એના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતાં લોકો એકઠા થઈ ગયા હતા.

બીજી બાજુ આ બનાવવાની જાણ જરોદ પોલીસને થતાં પીઆઇ જે. એ. બારોટ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને આરોપી ફરાર થઇ જાય પહેલાં તેણે દબોચી લીધો હતો. તે સાથે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાના આ બનાવને પગલે ડીવાયએસપી આકાશ પટેલ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને વિગતો મેળવી તપાસ અધિકારીને જરૂરી સુચના આપી હતી. હાલ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, જમીનનો હિસ્સો આપી દો તેમ કહી તેમના પૌત્રે તેમને માથામાં કોદાળીના બે ફટકા મારી મોત નિપજાવી દીધું છે. હાલ, આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ દાદીની હત્યા કરનાર પૌત્ર કરણસિંહની જરોદ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Share :

Leave a Comments