વડોદરામાં પાણીની લાઇનની કામગીરી સમયે ગેસ લાઇન તૂટી જતાં 3500 મકાનોમાં ગેસ પુરવઠો ઠપ

ગેસ પુરવઠો બંધ થઇ જતા રસોઇ બનાવી રહેલી ગૃહિણીઓ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી

MailVadodara.com - Gas-supply-stopped-in-3500-houses-after-gas-line-broke-during-water-line-operation-in-Vadodara

- ગેસ કંપનીને જાણ થતા સ્થળ પર પહોંચી જઈ ગેસ લાઇનનું સમારકામ હાથ ધર્યું હતું, પુરવઠો પૂર્વવત શરૂ થતા ગેસ ગ્રાહકોને રાહત અનુભવી


શહેરના ડભોઇ રોડ સોમા તળાવ પાસે પાણીની લાઈનનું સમારકામ કરતાં સમયે ગેસની મુખ્ય લાઈન તૂટી જતાં 3500 જેટલા મકાનોમાં ગેસ લાઇનથી અપાતો પુરવઠો ઠપ થઇ ગયો હતો. જે અંગે વડોદરા ગેસ કંપનીને જાણ થતા સ્થળ પર પહોંચી જઈ ગેસ લાઇનનું સમારકામ હાથ ધર્યું છે. સવારે 12 વાગ્યાના સુમારે પૂર્વ વિસ્તારના 3500 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો બંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી અંગે તેઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે તેમ જાણવા મળે છે.

મળેલી માહિતી પ્રમાણે, આજે સવારે વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રોડ સોમા તળાવ પાસે પાણીની લાઈનનું સમારકામ ચાલી રહ્યું હતું. પાણીની લાઇનના સમારકામ દરમિયાન મુખ્ય ગેસ લાઇન તૂટી ગઇ હતી. ગેસ લાઇન તૂટતાની સાથે જ આ ગેસ લાઇનથી અપાતા ગેસના તમામ વપરાશકારોને મળતો ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો. ગેસ પુરવઠો બંધ થઇ જતા રસોઇ બનાવી રહેલી ગૃહિણીઓ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. 


બીજી બાજુ અનેક લોકો દ્વારા ગેસ પુરવઠો બંધ થઇ ગયો હોવાની ફરિયાદો ગેસ વિભાગમાં કરવાની શરૂઆત કરી હતી. દરમિયાન ગેસ લાઇન તૂટી ગઇ હોવાની જાણ કોન્ટ્રાક્ટર દ્વારા વડોદરા ગેસ કંપનીને કરવામાં આવતા તુરંત જ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ગેસ પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી શરૂ કરી દીધી હતી.

વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇનના સમારકામને કારણે વડોદરા શહેરના આજવા રોડ-વાઘોડિયા રોડ વિસ્તારના 3500થી વધુ ગેસના ગ્રાહકોને આજે સવારથી ગેસ પુરવઠો મળતો બંધ થતા બપોરની રસોઈની કામગીરી પર સીધી અસર પહોંચી હતી, જોકે, ગેસ લાઇનનું સમારકામ બપોરે 2 કલાકે પૂર્ણ થયા બાદ પુરવઠો પૂર્વવત શરૂ થતા ગેસ ગ્રાહકોને રાહત અનુભવી હતી. 

આ દરમિયાનમાં વડોદરા ગેસ કંપની દ્વારા વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી બદલ તેઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે તેમ જાણવા મળે છે.

Share :

Leave a Comments