- પાલિકાના અધિકારીઓ સરકારે નિયત ભાવે કામ કરાવી શકતા નથી
- મોટા ભાગના કામ સરકારે નિયત કરેલા એસ ઓ આર કરતાં વધુ ભાવે થાય છે
વડોદરા મહાનગરપાલિકાનું સ્માર્ટ તંત્ર કોન્ટ્રાકટરો ણે લ્હાણી કરવા હરપદુડું થઈ જાય છે. તાજેતરમાં સ્થાયી સમિતિમા ભાયલી ખાતે આવાસો બનાવવાની દરખાસ્ત રજુ થઈ છે. ૩૧૨૨ આવાસો બનાવવા માટે સરકારે નિયત કરેલા ભાવ કરતાં ૪૧.૬૮ ટકા વધુ એટલે કે આઠ કરોડ વધુ ચૂકવવાની પરવાનગી માંગવામાં આવી છે.
પાલિકા ના સ્માર્ટ અધિકારીઓનું ગણિત કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવતું હોય છે. અફોરડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત ભાયલી ખાતે ૩૧ થી ૪૦ મીટરના બે રૂમ રસોડાના ૩૧૨૨ મકાનો બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ આવાસોના બાંધકામ માટે ઈજારો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાલિકાએ આ કામ મેસર્સ દેવરાજ બિલ્ડર્સ ને આપવાનું નક્કી કર્યું છે. દેવરાજ બિલ્ડર્સને આ કામ નિયત ભાવ રૂ.૧૮.૬૫ કરોડના બદલે રૂ.૨૬.૪૩ કરોડમાં એટલે કે ૪૧.૬૮ ટકા વધુ ભાવ ચૂકવી ને આપવાની મંજુરી માંગવામાં આવી છે. આ મકાનો બનાવવાની મર્યાદા બે વર્ષની રહેશે. જયારે બે રૂમ રસોડાના આ મકાનો કિંમત રૂ.૮.૫૦ લાખ આકવામાં આવી છે. પાલિકાના અફોરડેબલ હાઉસિંગ વિભાગ તરફથી આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે મોકલવામાં આવી છે. કોન્ટ્રાકટરને ફાયદો કરાવી આપતી આ દરખાસ્ત સ્થાયી સમિતિ મંજુર કરે છે કે નહીં એ જોવું રહ્યું.