આજવા રોડ પર આવેલી હોટલની પાછળ જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

બાપોદ પોલીસે રોકડા રોકડ રૂપિયા તથા મોબાઇલ મળીને કુલ 15,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

MailVadodara.com - Five-gamblers-were-caught-gambling-behind-a-hotel-on-Ajwa-Road

આજવા રોડ પર જુગાર રમતા પાંચ જુગારીઓને બાપોદ પોલીસે ઝડપી પાડી 15,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, આજવા રોડ પર આવેલી ખટ્ટી ઈમલી નામની હોટલની પાછળ ગલીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડા રૂપિયા તથા મોબાઇલ મળીને કુલ 15,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બાપોદ પોલીસે ઝડપી પાડેલા જુગારીઓમાં દેવ નારાયણ ભાઈ મૌર્ય (રહે. ભુતડી જાપા, રામદેવપીરની ચાલી), હરીચંદ્ર તુકારામ સાળુંકે (રહે. સરદાર ઉદ્યોગ સોસાયટી, કિશનવાડી), કિરણ ચંદ્ર અમૃતલાલ વસાણી (રહે.છાણી ગામ), મહેન્દ્ર ડાયાભાઈ રોહિત (રહે. દત્તનગર, આજવા રોડ ) તથા રમેશ શ્રીચંદ્ર પંજાબી (રહે. લકુલેશનગર, આજવા રોડ)નો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments