વડોદરા રેલ્વે સ્ટેશન સામે રીક્ષાઓની આડમાં જુગાર રમતાં પાંચ ઝડપાયા

જનમહેલ બિલ્ડિંગ બહાર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી

MailVadodara.com - Five-caught-gambling-under-the-guise-of-rickshaws-in-front-of-Vadodara-railway-station

- સયાજીગંજ પોલીસે ૧૦ હજાર રોકડા, ૫ મોબાઇલ કબજે કર્યાં

વડોદરા રેલ્વે સ્ટેશનની સામે જાહેરમાં રીક્ષાની આડમાં ચાલતા જુગાર ખાના ઉપર પોલીસે દરોડો પાડી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ ૧૦ હજાર અને ૫ મોબાઇલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


વડોદરા રેલ્વે સ્ટેશન સામે આવેલા જનમહેલ બિલ્ડીંગની બહાર રીક્ષાની આડ બનાવી કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતા સયાજીગંજ પોલીસે દરોડો પાડ્યો હતો. સયાજીગંજ પોલીસે સ્થળ પરથી ઝડપાયેલાઓમાં શાહરુખ સલીમભાઈ શેખ (સુદીન ફ્લેટ, યાકુતપુરા), મૌસીન મહેદી હુસેન સૈયદ (કૃષ્ણધામ સોસાયટી, જીઆઇડીસી કોલોની, માંજલપુર), ઉવેશ સશફીભાઈ મેમણ (મોગલવાડા, મુનશીનો ખાંચો), અબ્દુલ સતાર સિદ્દીક ભાઈ મેમણ (અજીમ એપાર્ટમેન્ટ, મેમણ કોલોની, પાણીગેટ) અને અબ્દુલગરીમ ગુલામ મોહમ્મદ મેમણ (નાગરવાડા, લાલજીકુઈ)નો સમાવેશ થાય છે. પોલીસે પાંચ જુગારીયાને ઝડપી પાડી રૂપિયા 10 હજાર રોકડા તેમજ 5 મોબાઇલ કબજે કર્યા હતા.


Share :

Leave a Comments